<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

કાલાવડ તાલુકાના બાવાખાખરીયા ગામના સરપંચપદે મનસુખભાઇ કપુરીયા ૧૫૧ મતોથી વિજેતા બન્‍યા

 

રાજકોટ તા. ૨૭ : તાજેતરમાં જાહેર થયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામોમાં કાલાવડ તાલુકાના બાવાખાખરીયા ગામના સરપંચ પદે મનસુખભાઇ ભીખાભાઇ કપુરીયા વિજેતા થતા ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. મિત્રો, સ્‍નેહીજનો, શુભેચ્‍છકોએ ફટાકડાની આતશબાજી બોલાવી ફુલહાર કરી અભિનંદન પાઠવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે મનસુખભાઇ કપુરીયા પ્રથમવાર જ ચુંટણી લડયા અને ૧૫૧ મતોથી વિજેતા બન્‍યા હતા. જયારે સભ્‍ય પદે સુરેશભાઇ કાનજીભાઇ ઉનાગર, રોહીતભાઇ રમેશભાઇ કપુરીયા, જયશ્રીબેન રમેશભાઇ સાંગાણી, મંજુલાબેન રાહુલભાઇ સોલંકી, વિપુલભાઇ બેચરભાઇ સોલંકી અને દેવજીભાઇ ગોબરભાઇ સોલંકી ચુંટાઇ આવ્‍યા હતા.

નવા યુવાન સરપંચ મનસુખભાઇ(મો. નં. ૯૯૭૮૭૭૫૪૩૦) હમેશા કાર્યરત , હસમુખો ચેહરો , ઉમદા વ્‍યક્‍તિત્‍વ ધરાવતા અને ગામના દરેક લોકોને માન આપતા એવા સરળ સ્‍વભાવના છે . તે બાવાખાખરીયા ગામમાંપોતાના વ્‍યસાય અને ખેતી કામ સાથે સાથે ગામમાં ઉમદા સેવાથી લોક ચાહના મેળવેલ છે

બાવાખાખરીયા ગામમાં રોડ રસ્‍તાના વિકાસ કામો, પાણીનો પ્રશ્‍ન તમેજ આરોગ્‍ય અને શિક્ષણ ક્ષેત્રના કામોને પ્રાધાન્‍ય આપવા આ તકે મનસુખભાઇ કપુરીયાએ ગામલોકોને કોલ આપ્‍યો હતો. (૩૬.ラ૯

(11:28 AM IST)