News of Saturday, 28th June 2025
ભાયાવદરમાં ઘરમાં સીડીએથી પડી જતાં વૃધ્ધ મનસુખભાઇ પટેલનું મોત

રાજકોટ તા. ૨૮: ઉપલેટાના ભાયાવદરમાં ઘરમાં પહેલા માળની સીડી પરથી પડી જતાં વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
ભાયાવદરમાં રહેતાં મનસુખભાઇ કેશવભાઇ પરસાણીયા (ઉ.વ.૬૯) નામના પટેલ વૃધ્ધ ગઇકાલે ઘરે સીડી પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં ઉપલેટાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહ સહિતે ઉપલેટા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મનસુખભાઇ પટેલ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. મોભીના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
