<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ :રાણાવાવ, કુતિયાણા , ઘેડ અને બરડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ

વહેલી સવારથી જ શહેર, જિલ્લામાં વરસાદી માહોલ: વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થયુ

પોરબંદર: પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ શહેર, જિલ્લામાં વરસાદી માહોલ છે. પોરબંદરના ત્રણેય તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો . રાણાવાવ, કુતિયાણા તાલુકામાં પણ વરસાદી માહોલ છે. ઘેડ અને બરડા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો .વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થયુ છે.

(11:29 AM IST)