<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

જામજોધપુરના સડોદરમાં રીલમાં કોમેન્‍ટ મામલે ડખ્‍ખોઃ મીત પર છરીથી હુમલો

જયેશ નામના શખ્‍સે ભગવાનની રીલમાં ખોટી કોમેન્‍ટ કરતાં મીતે તેને ટપારતાં ખાર રાખી વાત કરવા બોલાવી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૮: જામજોધપુરના સડોદર ગામે રહેતાં મીત નાથાભાઇ શ્રીમાળી (ઉ.વ.૧૯) નામના યુવાન પર રાતે સાડા આઠેક વાગ્‍યે ગામના અલખધામ આશ્રમ રામાપીર મંદિરના પટમાં ગામના જ જયેશ રાઠોડ, અરમાન રાઠોડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા મારી દેતાંગંભીર ઇજા થતાં જામજોધપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મીત બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને પિતા સાથે ખેત મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે થોડા સમય પહેલા કોઇએ ભગવાનને લગતી રીલ ઇન્‍સ્‍ટાગ્રામમાં પોસ્‍ટ કરી હતી. જે તે વખતે આ રીલમાં જયેશે ખોટી કોમેન્‍ટ કરી હતી. આથી મીતે તેને આવુ નહિ કરવા સમજાવી ટપાર્યો હોઇ જયેશની એક સમાજે માફી પણ મંગાવી હોઇ આ બધા પાછળ મીતનો હાથ છે તેમ લાગતાં ખાર રાખી ગત રાતે તેને વાત કરવાના બહાને મંદિરના પટમાં બોલાવી હુમલો કરાયો હતો. મીત સાથે તેનો મિત્ર જીતેશ વારદીયા પણ ગયો હતો. તેણે વધુ મારથી બચાવ્‍યો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ સહિતે જામજોધપુર પોલીસને જાણ કરી હતી.

(11:53 AM IST)