<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પોરબંદરમાં હિરલબા અને તેના ર સાગરિતો વિરૂધ્‍ધ અપહરણ અને ખંડણીના ગુન્‍હાની ચાર્જશીટ

પોલીસની ૧૦ ટીમો દ્વારા અલગ-અલગ રાજયોમાં તપાસ દરમિયાન ગુન્‍હામાં ઉપયોગમાં લેવાયેલી કાર, પ મોબાઇલ, ૩ લેપટોપ નંગ, ૩ દસ્‍તાવેજ ફાઇલો પ્રોમીસર નોટ, પેન ડ્રાઇવ મળી આવીઃ ૨૨ પંચનામા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૮: રૂપિયાની લેતીદેતીમાં કુછડીના એક જ પરિવારના ૩ સભ્‍યોનું અપહરણ કરી જઇને ગોંધી રાખીને તેમજ ખંડણીના ગુન્‍હામાં પોલીસની ૧૦ ટીમોએ રર પંચનામા કરીને ત્રણ રાજયોમાં તપાસ હાથ ધરીને હિરલબા જાડેજા અને તેના સાગરિતો હિતેષ ભીમભાઇ ઓડેદરા તથા વિજય ભીમાભાઇ ઓડેદરા ત્રણેય સામે ચાર્જશીટ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

કુછડીના લીલુબેન નામના મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને રૂપિયાની લેતીદેતી પ્રત્‍યે તેના પિતા, પુત્ર અને તેના પૂર્વપતિને હિરલબા જાડેજા અને તેના સાગરીતોએ અપહરણ કરીને સૂરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્‍યાના ગુનાએ ભારે ચકયાર મચાવી હતી અને પોલીસે પણ તાત્‍કાલિક તપાસ હાથ ધરીને હિરલબા જાડેજા સહિત બોખીરાની વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા તેના બે સાગરીતો હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા સામે ગુનો નોંધીને ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.

જૂનાગઢ રેન્‍જ આઇ.જી.પી. નિલેશ જાજડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જિલ્લામાં બનતા શરીર સંબંધી અને મિલક્‍ત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુનાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા તેમજ તેના વિરુદ્ધ સખત તપાસના કાગળો કરવા અને ચાર્જશીટ કરવા અંગે જરૂરી કડક સૂચના આપી હતી. જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્‍યા વી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્‍યનાઓએ આ બાબતે માર્ગદર્શન આપી હતી.

હાર્બર મરીન પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ઉંડાણપૂર્વક તપાસ કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મેળવી દિવસ ૫૭માં ચાર્જશીટ કરવામાં આવી છે. જેમાં તપાસવામાં આવેલા સાહેદોની સંખ્‍યા ૭૧, તપાસ દરમિયાન કરવામાં આવેલા પંચનામાની સંખ્‍યા-૨૨, તપાસમાં જોડાયેલ પોલીસ ટીમોની સંખ્‍યા ૧૦, અલગ અલગ રાજ્‍યોમાં કરેલ તપાસમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાન એમ ત્રણ રાજ્‍યમાં તપાસ કરવામાં આવી હતી.

અપહરણ અને ખંડણી ગુન્‍હામાં હિરલબા જાડેજા અને તેના સાગરિતો હિતેષ ભીમાભાઇ અને વિજય ભીમાભાઇ સામે ચાર્જશીટ દાખલ કરવાની કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્‍યા વિ. તથા સુરજીત સા. નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્‍ય વિભાગનાઓની સુચના મુજબ પી.આઇ. આર.સી.કાનમિયા તથા પીઆઇ એસ.ડી.સાળુંકે તથા તેમની ટીમ તથા પીઆઇ આર.એમ.રાઠોડ તથા તેમની ટીમ તથા પી.આઇ પ્રતિક પટેલ તથા પીએસઆઇ સુમનબા જાડેજા તથા એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયા તથા તેમની ટીમ તથા સર્વેલન્‍સ પીએસઆઇ એ.એ.ડોડીયા તથા જે.એલ.જાડેજા તથા આર.ડી.નિનામા તથા કે.જે.બલદાણીયા તથા સર્વેલન્‍સ સ્‍ટાફ એસ.એ.બકોત્રા, એન.ટી.ભટ્ટ, બી.પી. માળીયા, એસ.એમ.જાંબુચા, સી.જી. મોઢવાડીયા, સાજન રામશીભાઇ, સુરેશ કીશાભાઇ, વિજય ખીમાભાઇ, દક્ષાબેન ગ્રીજુભાઇ તથા જે.જે.ઓડેદરા બગવદર પો.સ્‍ટે. તથા સંજય નાથાભાઇ નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્‍ય કચેરી વિગેરે રોકાયેલ હતા.

(11:58 AM IST)