<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ધોરાજી-જુનાગઢ વચ્‍ચે આવેલ મજેવડી દેવતણખી ધામ ખાતે ઐતિહાસિક ૧૧૪ મી રથયાત્રા નિકળી

લોકોએ અગાસી અને બાલ્‍કની ઉપર ઉભા રહીને દર્શન કર્યા, લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકોની ઉપસ્‍થિતિ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી જુનાગઢ વચ્‍ચે આવેલ દેવતણખી ધામ મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાયો હતો. મજેવડી દેવતણખી ધામ ખાતે લુહાર સમાજના કુલભૂષણ સંત શ્રી દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈએ જીવતા સમાધિ અષાઢી બીજના દિવસે લીધેલી હતી ત્‍યારથી ચેતન સમાધિ ખાતે સમગ્ર દેશમાંથી હજારોની સંખ્‍યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે. અષાઢી બીજ મહોત્‍સવ નિમિત્તે દેવતણખી ધામ ચેતન સમાધિ મંદિર ખાતેથી વિશાળ ૧૧૪ મી વૈદિક મંત્રોચ્‍ચાર સાથે રથયાત્રામાં દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિલાલ ગોહિલ જુનાગઢ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ટ્રસ્‍ટી વલ્લભભાઈ પરમાર સુરત ઉદ્યોગપતિ અને ભામાશા પરસોત્તમભાઈ (દાસકાકા) પિત્રોડા શામજીભાઈ કવા દાતા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી કોંગ્રેસના પ્રવક્‍તા મુકેશભાઈ પંચાલ અમદાવાદ રમેશભાઈ કારેલીયા, ટ્રસ્‍ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળાવાળા પ્રવીણભાઈ કારેલીયા ખજાનચી ટ્રસ્‍ટી જગદીશભાઈ કારેલીયા વલ્લભભાઈ પીઠવા મજેવડી દેવતણખી ધામ મંદિરના પૂજારી શાષાી વિઠ્ઠલ ભગત  વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ તેમજ જૂનાગઢના ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા મજેવડીના સરપંચ વિ. જોડાયા હતા રથયાત્રામાં વિવિધ શણગારેલા મોટી સંખ્‍યામાં વાહનો જોડાયા હતા. ગૌશાળાના બેન્‍ડવાજા તેમજ રાસ મંડળીની રમઝટ જોવા મળી હતી. દેવતણખી ધામ મંદિર ખાતેથી રથયાત્રા મજુરી ગામની અંદર મૂળ દેવતણખી બાપાની જે જગ્‍યાએ પ્રસાદીનું સ્‍થાન હતું ત્‍યાં મામેરુ ભરવા ગયા હતા અને મામેરુ ભરીને નિશાન દેવતણખી ધામ ચેતન સમાધિ ઉપર ચઢાવવામાં આવેલું હતુ. બે દિવસીય અષાઢી બીજ મહોત્‍સવમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. આ સમયે જુનાગઢ તાલુકા પોલીસ એ સુંદર પોલીસ બંદોબસ્‍ત જાળવેલો હતો 

(1:08 PM IST)