<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

વંથલીની ટીનમસ ગામે હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારના વિજય સરઘસમાં હાજરી આપી દર્શાવી એકતા

જુનાગઢ, તા. ર૮:  વંથલી તાલુકાના ટીનમસ ગામે હમણાં તાજેતરમાં ગ્રામ પંચાયતની સામન્‍ય ચુટણી યોજાયેલ હતી. તેમાં સરપંચ પદ્દના ઉમેદવાર (૧) આમદભાઇ ઓસમાણભાઇ સીડા, (ર) ભુપતભાઇ ચનાભાઇ જીંઝુવાડીયા, (૩) બાલાભાઇ ઘેલાભાઇ જીંઝુવાડીયા તથા (૪) મુકેશભાઇ નારણભાઇ સોનારા એમ કુલ-૪ ઉમેદવારો હતા. અને તે ચારેય ઉમેદવારોએ અલગ-અલગ સભ્‍યોની પેનલો પણ ઉભી રાખેલ હતી. ત્‍યારે સરપંચ તરીકે અઢારેય વરણના મતો મળવાથી આમદભાઇ ઓસમાણભાઇ સીડાની જીત થયેલ. અને તે જીત બાદ ચારેય ઉમેદવારો સામ-સામે લડેલ હોવા છતાય મત ગણત્રીના રીઝલ્‍ટ આવ્‍યા બાદ આમદભાઇ ઓસમાણભાઇ સીડાની જીત થતા ચારેય ઉમેદવારો એકસાથે એકબીજાને ગલે મળી સૌ ગામ લોકોનું આભાર માનેલ અને વંથલીથી ટીનમસ ગામે હારેલા અને જીતેલા ઉમેદવારો એકસાથે ટીનમસ ગામે પહોંચીને ગામ લોકોએ ચારેય ઉમેદવારોને એકસાથે ઉભા રાખી ફુલહારથી સ્‍વાગત કરેલ.  સરપંચ તરીકે જીતેલા ઉમેદવાર આમદભાઇ ઓસમાણભાઇ સીડાના વિજય સરઘસમાં પણ  હારેલા ઉમેદવાર ભુપતભાઇ ચનાભાઇ તથા બાલાભાઇ ઘેલાભાઇ તથા મુકેશભાઇ સોનારા સાથે હાજરી આપેલ. તે બદલ સૌને જુનાગઢ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડ એ આભાર માનેલ. આ એક વંથલી તાલુકાના ટીનમસ ગામની કોમી એક્‍તા અને ભાઇચારાની વર્ષો જુની પરંપરા છે.  તેવું જુનાગઢ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી. સીડા ની યાદીમાં જણાવેલ છે.

(1:44 PM IST)