News of Saturday, 28th June 2025
૨૫ ઓગસ્ટ પહેલા લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત બનાવોઃ દિનેશ બાંભણિયા
ગોંડલમાં ચાલતી રાજકીય ખટપટ અંગે આગેવાનો સાથે ચર્ચા કરી આગળની રણનીતિ નક્કી કરીશું: રાજ્યમાં ચાલતી ઓનલાઈન ગેમિંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકોઃ પાટીદાર ચિંતન શિબિર પહેલા દિનેશ બાંભણિયાની અકિલા સાથે વાતચીત

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૮: આજે બપોરે ગાંધીનગર ખાતે પાટીદાર યુવાનોની ચિંતન શિબિર મળી રહી છે ત્યારે પાસના આગેવાન દિનેશ બાંભણિયા જણાવ્યું હતું કે અમારી મુખ્ય બે માંગણીઓ છે તે માટે સરકારે યોગ્ય અને નક્કર કામગીરી કરવી પડશે નહીંતર જનજાગળતિ અભિયાન ચલાવવામાં આવશે.
અકિલા સાથેની વાતચીતમાં દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ ભોળવાય બીજા સમાજના યુવકો સાથે કશું જોયા વગર લગ્ન કરે છે તેની સામે આવા લગ્ન અટકાવવા માટે રાજ્ય સરકાર નવો કાયદો બનાવે જેમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત હોય અને દીકરી જે ગામમાં રહેતી હોય તે ગ્રામ પંચાયતમાં જ લગ્ન નોંધણી કરાવે.
આ ઉપરાંત હાલ ચાલતી ઓનલાઈન ગેમિંગનો અનેક યુવાનો આર્થિક અને માનસિક ભોગ બને છે ત્યારે રાજ્યમાં ઓનલાઈન ગેમિંગ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મૂકવા પણ માગણી કરવામાં આવશે.
આ બંન્ને કાયદા માટે સરકારને ૨૫ ઓગસ્ટ સુધીની સમય આપવામાં આવશે ત્યાં સુધી યોગ્ય નહીં થાય તો ૨૫ ઓગસ્ટ જેને અમે ક્રાંતિ દિવસ ગણીએ છીએ ત્યારથી કાયદો લાવવાના સમર્થનમાં રાજ્યભરમાં જનજાગળતિ અભિયાન ચલાવવામાં આવશે.
આજની આ બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે લેવામાં આવેલ ગોંડલ પ્રશ્ને દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આ મુદ્દે રાજકીય આગેવાનો સાથે ચર્ચા અને વિચારણા કરી ગોંડલમાં ચાલતી રાજકીય ગતિવિધિઓ સામે આગળની રણનીતિ નક્કી કરીશું.
ઉલ્લેખનીય છે કે આજે મળનાર આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ આપ સહિતના વિચારધારા ધરાવતા પાટીદાર યુવાનો એક મંચ ઉપર આવશે.
ચિંતન બેઠક રાજકીય લાભો લેવા નથી યોજાય રહીઃ દિનેશ બાંભણિયા
(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૮: આજે ગાંધીનગર ખાતે પાટીદાર યુવાનોની મળી રહેલ ચિંતન શિબિર અંગે અમુક પાટીદાર આગેવાનોના જણાવ્યા મુજબ રાજકીય લાભ લેવા આ બેઠક યોજાઈ રહી છે તેવા પ્રશ્નનનુદિનેશ બાંભણિયાએ ખંડન કર્યુ હતુ.
જોગાનું જોગ પ્રધાન મંડળના વિસ્તરણ પહેલા યોજાયેલ આ ચિંતન શિબિર હેઠળ પ્રધાન મંડળમાં પાટીદાર ધારાસભ્યોને મંત્રી બનાવવા તેમજ ઘણા વખતથી બોર્ડ નિગમની નિમણૂકો બાકી છે તેવા સ્થાન ઉપર પણ પાટીદાર યુવાનોની નિમણૂકો કરવામાં આવે તેવુ આ બેઠક બાદ રાજકીય પ્રેશર લાવી ધાર્યુ કરાવી શકાય તે માટે આજની બેઠક બોલાવવામાં આવી છે તે અંઞે બાંભણિયાએ જણાવ્યુ હતુ કે એવી કોઈજ રણનિતી નથી પરંતુ બીન અનામત આયેઞમાં અમે ચોક્કસ નિમણુંકની માંઞ કરવાના છીએ!
આ ઉપરાંત ૨૦૨૭માં યોજાનાર ધારાસભાની ચૂંટણી પહેલા ટિકિટ ફાળવણી મુદ્દે આ જૂથનું વજન રહે તેવી પણ ચર્ચા આજની બેઠક અંઞે ચાલી રહી છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
