News of Saturday, 28th June 2025
કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા ભાવનગર જિલ્લાના પ્રવાસે : પાલિતાણા તાલુકાના વિવિધ ગામોમાં કરશે વૃક્ષારોપણ : સફાઈ કર્મચારીઓ સાથે કરશે ‘સંડે ઓન સાયકલ’
પાલિતાણાના નોંઘણવદર, નેસડી, હણોલ, આંકોલાળી, લોઈંચડા, અને સેંજળીયા ગામે વૃક્ષારોપણ કરીને ગામના યુવાનોને વૃક્ષોની જાળવણી કરવા અને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કરશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ :૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા તા. ૨૯ જૂન ૨૦૨૫ રવિવારના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ મુલાકાત કરી વૃક્ષારોપણ કરશે.
તા. ૨૯ જૂન ૨૦૨૫, રવિવારના રોજ શ્રી માંડવિયા સવારે ૦૭ વાગ્યે પાલિતાણાના સ્વચ્છતા કર્મીઓ અને NSS તથા My Bharatના યુવાનો સાથે Fight Obesityના સંદેશ સાથે ૨૭મા ‘સંડે ઓન સાયકલ’માં ભાગ લેશે. આ સાઈકલ યાત્રા બજરંગદાસ બાપા સર્કલથી શરૂ થશે.
સવારે ૯ વાગે તેઓ પાલિતાણાના નોંઘણવદર, નેસડી, હણોલ, આંકોલાળી, લોઈંચડા, અને સેંજળીયા ગામે વૃક્ષારોપણ કરશે અને ગામના યુવાનોને આ વૃક્ષોને જાળવણી કરવા અને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કરશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
