<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પોરબંદર તોફાની સમુદ્રમાં નાની હોળી લાપતા: 4 થી 5 માછીમારો સવાર હતા :શોધખોળ ચાલુ

દરિયો નહીં ખેડવા સૂચના છતાં પોરબંદર તોફાની સમુદ્રમાં એક નાની હોળી ( પીલાણું ) લાપતા બનતા દોડધામ

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર : રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગુજરાતમાં દરિયાઇ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ત્યારે પોરબંદરના તોફાની સમુદ્રમાં એક નાની હોળી ( પીલાણું ) લાપતા થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ, પોરબંદર તોફાની સમુદ્રમાં એક નાની હોળી ( પીલાણું ) લાપતા થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે.  ગઈકાલે પોરબંદરના સમુદ્રમાં ફિશિંગ કરવા નીકળેલી પિલાનામાં 4 થી 5 લોકો સવાર હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.ફિશરીઝ વિભાગે 1 જૂન થી 15 ઓગસ્ટ સુધી સમુદ્રમાં ફિશિંગ પર પ્રતિબંધ છતા નાની હોડી ફિશિંગની લાલચમાં ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જય સાકરિયા કૃપા નામની હોડી 27 જૂનથી સમુદ્રમાં લાપતા બનતા માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા.  

પોરબંદ શહેરમાં ભારે વરસાદ વરસાદ પડયો હતો તો બીજી તરફ પોરબંદરનો દરિયો ગાંડોતુર બન્યો હતો. પોરબંદરમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલ વરસાદ વચ્ચે મોટી સંખ્યા લોકો ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને સેલ્ફી લેવાની ઘેલછામા દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળતા વચ્ચે જીવનુ જોખમ લઇ રહ્યા હોવાનુ કહેવાય છે. અગાઉ  ચોપાટી ખાતેના દરિયામા નાહવા પડેલા 4 યુવાનો પૈકી એ યુવાનનુ ડુબી જવાથી મોત થયુ હતુ.  તંત્ર દ્રારા ચેતવણી આપતા સાઇન બોર્ડ પણ મુકવામા આવ્યા છે છતા આજે અનેક લોકો દરિયાકાંઠે સેલ્ફી લેતા નજરે પડયા હતા, ત્યારે દુર્ઘટના સર્જાશેતો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્રારા દરીયા કિનારે નહિં જવા તેમજ દરિયામા ન્હાવા નહિં જવા માટે ખાસે ચેતવણી આપતા બોર્ડ મુકવામા આવ્યા છે. તેમ છતા લોકો જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડયા હતા.

(8:16 PM IST)