News of Saturday, 28th June 2025
કચ્છના લખપત, રાપરમાં મુશળધાર બે ઈંચ વરસાદ, ભુજ,નખત્રાણા પોણો ઈંચ, અંજાર, ગાંધીધામ, ભચાઉમાં ઝરમર, મુન્દ્રા, માંડવી, અબડાસા કોરા
આગાહી અને વરસાદ વચ્ચે ફરી એકવાર કલેક્ટર કચેરીના જિલ્લા કંટ્રોલ રૂમના આંકડાની વિસંગતતા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : આકરા તાપ અને બફારા વચ્ચે કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ક્યાંક મુશળધાર, ક્યાંક ઝરમર એમ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. આજે સવારે ૬ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ભુજના જિલ્લા કંટ્રોલ રૂમના આંકડાઓ પ્રમાણે લખપતમાં ૨ ઇંચ, ભુજ, નખત્રાણામાં પોણો ઈંચ, અંજાર, ગાંધીધામ, ભચાઉમાં ઝરમર વરસાદ નોંધાયો છે. જ્યારે મુન્દ્રા, માંડવી અને રાપરમાં જિલ્લા કંટ્રોલ રૂમનો આંકડો Nil છે. જોકે, સ્થાનિકોનું માનીએ તો રાપર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેટલા મુશળધાર વરસાદ સાથે ઠેકઠેકાણે પાણી વહી નીકળ્યા હતા. એ જ રીતે ભુજમાં અને બન્ની વિસ્તારના ગોરેવાલીમાં ધોધમાર વરસાદ સાથે પાણી વહી નીકળ્યા હતા. કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટર કચેરીના જિલ્લા કંટ્રોલ રૂમની જવાબદારી પરિપક્વ અધિકારીઓને સોંપાય અને સમયસર વરસાદ વિશેની માહિતી મીડિયા સુધી પહોચતી રહે એવી વ્યવસ્થા ગોઠવવાની જરૂરત છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
