<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ધોરાજીનાં મોટી મારડમાં ગેરકાયદેસર લાકડાં કાપતાં અટકાવવા માટે ઉપ સરપંચ અને ચાલું સદસ્યના પતિ ઉપર જાનલેવા હુમલો: જુઓ વિડિઓ

બન્ને ઈજાગ્રસ્તોને મોટી મારડથીં જુનાગઢ હોસ્પિટલમાં રીફર કરાયાં

 ( કિશોર રાઠોડ દ્વારા )  ધોરાજી:-ધોરાજીનાં મોટી મારડમાં ગેરકાયદેસર લાકડાં કાપતાં રોકવા માટે ઉપ સરપંચ અને ચાલું સદસ્યના પતિ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો બન્ને ઈજાગ્રસ્તોને મોટી મારડથીં જુનાગઢ હોસ્પિટલમાં રીફર કરાયાં છે 

ધોરાજી નાં મોટી મારડ ગામ નાં ચિખલીયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડાં કાપતાં હોય તેવી સ્થાનિક ખેડૂત દ્વારા ફરીયાદ અને ટેલિફોનીક જાણ મોટી મારડ ગામ નાં ઉપ સરપંચ જગદીશભાઈ અધડુક ને કરવામાં આવેલ અને ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને ત્યાં ગેરકાયદેસર લાકડાં કાપતાં વ્યક્તિ ડફેર જુમ્માભાઈ કરી ને વ્યક્તિ સાથે આ ગાંડા બાવળ ન કાપવા બાબત લઈને માથાકુટ થઇ ત્યાં મોટી મારડ ગામ ચાલુ સદસ્ય ના પતિ પરેશભાઈ વાછાણી પણ પહોંચ્યા હતા અને જગદીશભાઈ અધડુક અને પરેશભાઈ વાછાણી ઉપર લાકડીઓ વડે ડફેર જુમ્માભાઈ તેમનો છોકરો અને અન્ય શખ્સો એ હૂમલો કરવામાં આવ્યો મોટી મારડ ગામ નાં ઉપ સરપંચ જગદીશભાઈ અધડુક અને ચાલુ સદસ્ય ના પતિ પરેશભાઈ વાછાણી ને માર મારતાં ઈજાગ્રસ્ત હાલતમાં મોટી મારડ ની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને બન્ને ને ગંભીર ઈજા પહોંચી હતી તેથી જુનાગઢ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરાયાં આ ઘટના ને લઈને મોટી મારડ ગામ નાં લોકો પણ મોટી મારડ હોસ્પિટલમાં ટોળેટોળાં ઉમટી પડયા હતાં અને આ ઘટના ને લઈને મોટી મારડ ગામ સ્વયંભુ બંધ કરવામાં આવેલ અને જ્યાં સુધી આવાં માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે મોટી મારડ ગામ માં ઘણા સમયથી ગાંડા બાવળ કે અન્ય લાકડાં કપાતાં હોય અને ગ્રામજનો નાં આગેવાનો ગેરકાયદેસર લાકડાં કાપી રહેલા શખ્સો ને રોકવામાં આવે તો મારા મારાં માં આવે છે તો ફોરેસ્ટ વિભાગ અને પોલીસ તંત્ર પર પણ સવાલ ઉભા થાય કાયદો વ્યવસ્થા અને ફોરેસ્ટ વિભાગ નો ડર ન હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના ને લઈને મોટી મારડ ગામ માં ભારે રોષ જોવા મળેલ અને જવાબદારો ને પકડી ને કાયદા નું ભાન કરવામાં આવે એવી માંગ ઈજાગ્રસ્તો જગદીશભાઈ અધડુક ઉપસરપંચ અને પરેશ ભાઈ વાછાણી સદસ્ય નાં પતિ ની માંગ છે 

(9:53 PM IST)