News of Saturday, 28th June 2025
સુરજબારી પુલ ઉપર પવનચક્કીનું ટર્બાઇન કાર ઉપર ખાબકયું, એકનું મોત.
હેવી ક્રેઈન વડે તોતિંગ ટર્બાઈન દૂર ખસેડવા પ્રયાસો, ટ્રાફિકને અસર.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલ પાસે સાંજના સમયે ટ્રેઇલર ટ્રકમાં લઈ જવાઈ ૨હેલ પવનચક્કીનું ટર્બાઇન કાર ઉપર ખાબકતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ - મોરબી હાઈવે ઉપર શનિવારે સાંજના સમયે પવન ચક્કીનું તોતિંગ ટર્બાઇન લઈને જઈ રહેલ ટ્રક ટ્રેઇલરમાંથી ટર્બાઇન સહિતનો માચડો હાઇવે ઉપરથી પસાર થતી કાર ઉપર ખાબકતા કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
