<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ખેડૂતે ગળાં ફાંસો ખાઈને કરી આત્મહત્યા

મગફળીનું વાવેતર કરેલ પણ પાક નિષ્ફળ જતાં ચિંતામાં અંતિમ પગલું ભર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- જામકંડોરણા તાલુકાના જામદાદર ગામ માં રહેતા માધાભાઈ સામત ભાઈ રાઠોડ( ઉ 50 ) પોતાનું ગુજરાન ખેતી કરી ને ચલાવતાં હતાં આ ખેડૂત ભાઈએ  ધીરાણ લઈને ને સાત વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કરેલ પણ આ આખું વર્ષ કુદરતી આફત અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે અને આ જામ દાદર નાં ખેડૂત એવાં માધા ભાઈ રાઠોડનાં નસીબમાં મગફળીનો પાક સારો નહીં લેવાંનું લખ્યું હોય અને સાત વિઘા જમીન પર મગફળી નો પાક નિષ્ફળ ગયા કે નિષ્ફળ જાય તેવી ચિંતા અને પાકની ઉપજ નહીં થતાં રોજેરોજ ચિંતિત સતાવતી હતી અને ચિન્તામાં રહેતા હતા અને આજરોજ ઘરેથી નીકળી અને પોતાના ખેતરની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી અને પરીવાર જનો અને ગામ ના લોકો ને ખબર પડતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા પણ ત્યાં તો સમય હોય ગયો હતો અને મૃતદેહને પી એમ માટે જામકંડોરણા હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ આ ઘટના ને લઈને પરીવાર જનો માં આભ ફાટયું જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે આ આત્મહત્યા નું કારણ પરીવાર ની દિકરા અને ગામ નાં સરપંચ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને સરકાર આ મૃત્યુ પામનારા ખેડૂત નાં પરીવાર ને આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ
ઉપરોક્ત બનાવવા અંગે  જામ કંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે


 

(11:52 PM IST)