News of Sunday, 29th June 2025
પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ કચ્છનો શખ્શ પાસા તળે વડોદરા જેલ ધકેલાયો.
પાસા વોરંટ ઈશ્યુ થતા એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈને મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છના શખ્શ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈને મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કર્યો છે.
માળિયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશ દેવાભાઈ ખીટ (રહે જશોદાનગર તા. ભચાઉ કચ્છ વાળા) નં પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી એલસીબી ટીમ બનાવી આરોપી મહેશ ખીટને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવ્યો છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
