<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી.

સવારે ધ્વજારોપણ, બપોર તેમજ સાંજે મહાપ્રસાદ રાત્રે રામદેવપીરના પાટ, તેમજ નામી અનામી કલાકારોનો સંતવાણી કાર્યક્રમ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજ પર્વ ઉજવણી કરવામાં જેમાં સવારે ધ્વજારોપણ, બપોર તેમજ સાંજે મહાપ્રસાદ રાત્રે રામદેવપીરના પાટ, તેમજ નામી અનામી કલાકારોનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો મહેન્દ્રનગર, મોરબી સહિત બહાર ગામના લોકો એ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવેલ છે.

(12:14 AM IST)