<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

રાણાવાવના ભોદ ગામ ખોડીયાર માતાજીના મંદીર પાસે સીમ વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ

બાતમીના આધારે મોકર ગામની સિમ વિસ્તારમાંથી ઝડપી લેવાયા

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક.ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાંથી ભારે ગુન્હા તેમજ તેમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કડક સુચનાઓ કરેલ હોય જે પૈકી રાણાવાવ તાલુકાના ભોદ ગામ ખોડીયાર માતાજીના મંદીર પાસે સીમ વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે ઇ/ચા રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પો.સ્ટે.ના પો.સ્ટાફના માણસોને ઉપરોકત ગુન્હાના આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પો.સ્ટાફના માણસો આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા

   દરમ્યાન પો.કોન્સ. સંજય વાલાભાઈ ને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૮૦૧૫૨૫૦૪૩૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૩(૧),૧૧૫(૨),૩૩૨(એ),૩(૫) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હા ત્રણ આરોપીઓ મોકર સાગર ડેમ પાસેથી નીકળવાના હોવાની હકિકત મળતા પો.સબ.ઈન્સ. આર.વી.મોરી દ્રારા જરૂરી પો.સ્ટાફ સાથે મોકર સાગર ડેમ તેમજ આસપાસની સીમ વિસ્તારમાં વોચ ગોઠવેલ હતી અને તે દરમ્યાન મોકર સાગર ડેમ પાસેથી ઉપરોકત ગુન્હાના આરોપીઓ (૧) બધા વેજાભાઈ કોડીયાતર (ઉ.વ.૩૦)( રહે.ભોદ ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર નજીક તા.રાણાવાવ)  (૨)સાંગા કરણા કોડીયાતર (ઉ.વ.૨૯)(  રહે.ભોદ ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર નજીક તા.રાણાવાવ ) (૩)હીરા ગલા કોડીયાતર( ઉ.વ.૨૨) ( રહે.વીલાસપુર(રામનગર) ગામ તા.કુતિયાણા વાળા) ઓને મોકર સાગર ડેમ પાસેથી પકડી પાડેલ તથા રાણાવાવ પો.સ્ટાફના માણસોનેમળેલ સંયુક્ત હકિકત અન્વયે આરોપી (૪)વેજા કરશનભાઇ કોડીયાતર ( ઉ.વ.૫૦ ) ( રહે. ભોદ ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર નજીક તા.રાણાવાવ વાળા) ને મોકર ગામની સીમ વિસ્તારમાંથી પકડી પાડેલ અને સદરહુ ગુન્હો બન્યા બાદ ગણતરીની કલાકો માં જ તમામ આરોપીઓને પકડી પાડેલ અને અન્ય વિગતેની સઘન પુછપરછ તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓના નામ સરનામા→ (૧) બધા વેજાભાઈ કોડીયાતર ઉ.વ.૩૦ રહે.ભોદ ગામની સીમ ખોડીયાર માતાજીના મંદિર નજીક તા.રાણાવાવ(૨) સાંગા કરણા કોડીયાતર ઉ.વ.૨૯ રહે.ભોદ ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર નજીક તા.રાણાવાવ(૩) હીરા ગલા કોડીયાતર ઉ.વ.૨૨ રહે.વીલાસપુર(રામનગર) ગામ તા.કુતિયાણા (૪) વેજા કરશનભાઇ કોડીયાતર ઉ.વ.૫૦ રહે.ભોદ ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીર નજીક તા.રાણાવાવ

 આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓમાં આ કામગીરીમા પોલીસ ઇન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઇન્સ આર.વી.મોરી તથા એ.એસ.આઇ. આર.એસ.ઓડેદરા, આર.બી.ડાંગર પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, એમ.પી.ખોડભાયા તથા પો.કોન્સ સંજય વાલાભાઇ, સરમણભાઇ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ, રામા નાગાભાઈ વિગેરે રોકાયેલા હતા

(12:53 AM IST)