<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

કચ્‍છમાં દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્‍યા

દારૂ પીવાની ના પાડનાર પત્‍નિને થપ્‍પડ મારતા ઉશ્‍કેરાઇને મોતને ઘાટ ઉતાર્યા

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ :.. કચ્‍છમાં સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્‍થાનિક પોલીસને અંધારામાં રાખી પડાતા દારૂના દરોડા વચ્‍ચે છેડેચોક દારૂ વેંચાઇ રહ્યો છે.

ત્‍યારે ભુજના માધાપર ગામે દારૂ પીવાની બબાલમાં થયેલ હત્‍યાના બનાવે ચકચાર સાથે સ્‍થાનિક પોલીસની કામગીરી સામે સવાલો સર્જ્‍યા છે.

ભંગાર વીણવાનો ધંધો કરનાર રાજસ્‍થાનીઓ વચ્‍ચે દારૂની મહેફિલમાં થયેલ કૌટુંબિક બબાલ અને તેના વિવાદમાં કરાયેલ હત્‍યા બાદ આ સમગ્ર હકીકત છુપાવવાના બનાવમાં ઉજાગર કરેલા રહસ્‍યએ ચકચાર સર્જી છે. આ સમગ્ર બનાવની હકીકત આ પ્રમાણે છે. રમેશ સેબારામ કાલબેલિયા, તેનો સાવકો પુત્ર ઈશ્વર માંગીલાલ કાલબેલિયા અને અર્જુન જગમાલ ત્રણેયએ દારૂ પીવા મહેફિલ જમાવી હતી. ત્‍યારે ઈશ્વરની પત્‍નીએ દારૂ પીવાની ના પડતા તેને પતિ ઈશ્વરે ઝઘડો કરી થપ્‍પડ મારી હતી. એટલે તેની સાથે રહેલા અર્જુન જગમાલે ઉશ્‍કેરાઈ પત્‍નીને મારનાર રમેશને મારવા લોખંડનો પાઈપ ઉગામ્‍યો હતો. ઈશ્વર અને અર્જુનને એ બંને ને ઝઘડતા જોઈ ઈશ્વરના સાવકા પિતા રમેશે તેમને ઝઘડતા અટકાવવા પ્રયાસ કર્યો હતો.

એ દરમ્‍યાન ઉશ્‍કેરાયેલા ઈશ્વરે પોતાના સાવકા પિતા રમેશને લોખંડનો પાઈપ માથામાં ફટકારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમ્‍યાન સરકારી હોસ્‍પિટલમાં રમેશને લઈ ગયા હતા ત્‍યાં એ મળત્‍યુ પામ્‍યો છે એવું કહેવાતા તેઓ પીએમ કર્યા વગર વતન રાજસ્‍થાન નાસી છૂટયા હતા.

જોકે, રાજસ્‍થાનમાં સગા સંબંધીઓએ પોલીસ ફરિયાદનું કહેતા અઠવાડિયા પૂર્વે બનેલ આ બનાવમાં પુત્ર રમેશે હત્‍યાની ફરિયાદમાં અર્જુન ઉપર આક્ષેપ કર્યો હતો. દરમ્‍યાન  પોલીસ પૂછપરછમાં ભાંડો ફૂટયો અને પુત્ર જ સાવકા પિતાનો હત્‍યારો હોવાનું ખુલતા પોલીસે કાયદાકીય કામગીરી હાથ ધરી છે. (પ-૧૦)

(10:43 AM IST)