<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટાઃ મુંદ્રામાં ધોધમાર વરસાદ

હળવો - ભારે વરસાદ યથાવતઃ સાર્વત્રિક વરસાદની રાહ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ પવનના સૂસવાટા યથાવત છે.

આવા વાતાવરણ વચ્‍ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

આજે સવારે કચ્‍છના મુંદ્રામાં ધોધમાર વરસાદ વરસ્‍યો હતો.

સર્વત્ર હળવો ભારે વરસાદ વરસતા સૌ કોઇ સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યા છે.

કચ્‍છ

(વિનોદ ઝાલા દ્વારા) ભુજ :  કચ્‍છમાં વરસાદી માહોલ વચ્‍ચે ભારે વરસાદની આગાહી છે. જોકે, અન્‍યત્ર ગરમી અને બફારા વચ્‍ચે આજે સવારે મુન્‍દ્રામાં ધોધમાર વરસાદ પડ્‍યો હતો. અંદાજિત પોણો થી એક ઇંચ જેટલા વરસાદમાં મુન્‍દ્રા શહેર પાણી પાણી થઈ ગયું છે. શુક્રવારે અષાઢી બીજે કચ્‍છમાં વરસાદનું શુકન થયા બાદ સતત આગાહી છે, બફારા સાથે ગોરંભાયેલા આકાશનો વરસાદી માહોલ પણ છે, પરંતુ સાર્વત્રિક વરસવાને બદલે છૂટોછવાયો ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહત્તમ તાપમાન ૩૧.પ, ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગતિ ૧૩.૬ કિ. મી. રહી છે.

જામનગર જીલ્લાના જામનગર શહેર, જોડીયા, કાલાવડ, લાલપુર, જામજોધપુરમાં ઝાપટા વરસ્‍યા છે.

(2:22 PM IST)