તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
નવ દિવસ પહેલા આખા દેશમાં છવાઇ ગયુ ચોમાસુ
ર૦રપના મોન્સૂનની આ નવી ‘એડવાન્સ' પેટર્ન જોખમી સાબિત થશે કે શું

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૦ :.. ઓણ સાલનું નૈઋત્યનું અર્થાત દક્ષિણ - પヘમિ ચોમાસુ કંઇક અનોખુ જ જોવા મળી રહ્યા છે.
નિયમિત સમય મુજબ અર્થાત સામાન્યપણે ચોમાસુ દક્ષિણથી શરૂ થઇ પુરા દેશ પર આઠમી જુલાઇ સુધીમાં છવાઇ જતું હોય છે, પણ આ વેળા નવ દિવસ વહેલા ગઇકાલે ર૯-૬ ના રોજ કેરળમાં પણ મોન્સુને ૧ જુનને બદલે સપ્તાહ પહેલા ર૪ મે ના રોજ દસ્તક દઇ એડવાન્સ શરૂઆત કરી હતી.
જેથી હવામાન નિષ્ણાંતો દ્વારા વર્તમાન ર૦રપ ના ચોમાસાને ‘એડવાન્સ મોન્સૂન' ની ઓળખ આપેલી છે. જો કે મોન્સૂનની આ નવી ‘એડવાન્સ' પેટર્ન ચોમાસા દરમ્યાન જોખમી તો સાબિત નહીં થાય ને ? ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના, વળી ભારે પવનો સાથે આંધી-તોફાન વાળા વરસાદી માહોલ ઓણસાલના ચોમાસામાં વધુ જોવા મળી રહ્યા છે.
એડવાન્સ પેટર્ન સાથેનું વર્તમાન ચોમાસુ ભૂતકાળની સરખામણીએ અનોખુ હોઇ, આવનારા દિવસોમાં તેની અસર, તેનો પ્રભાવ પણ અનોખો પ્રસારે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
હવામાન વિભાગ આગામી સપ્તાહ દરમ્યાન ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકવાની આગાહી તો છેલ્લા ત્રણેક દિવસથી કરે છે. જો કે દેશ લેવલના ફોર કાસ્ટ મેપમાં ગુજરાતની એલર્ટ સ્થિતિ રેડ કે ઓરેન્જ નહીં પણ યલ્લો જ દર્શા છે. બંગાળની ખાડીમાંથી એક પછી એક સતત ઉદ્્ભવતી સિસ્ટમ્સ મધ્ય પ્રદેશ થઇ છેક ગુજરાત સુધી પહોંચી રહી છે. ઇસીએમડબલ્યુએફ મોડેલ અનુસાર બંગાળની ખાડીમાંથી આગામી ચાર જૂલાઇ આસપાસ એક મજબુત સિસ્ટમ્સ ગુજરાતમાં આશરે ૭-૮ જૂલાઇએ પહોંચી ભારે વરસાદ વરસાવશે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
