તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ફળની આશા વગર સતત કર્મ કરવાથી ચોક્ક્સ સફળતા મળશે : પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં નવનિયુક્ત કુલપતિની યુવાધનને જીવનોપયોગી શીખ : હાલના ટેકનોલોજીનાં યુગમાં સૌથી મોટું સીસીટીવી ઈશ્વરનાં હાથમાં છે, તેના ડર સાથે ઉત્કૃષ્ટ સમાજસેવા - કારકિર્દીનું નિર્માણ શકય છે : ધર્મજીવનદાસજી IT કોલેજ તથા NSSનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોઃ ૧૫૦ બોટલ રક્ત સિવિલ હોસ્પિટલ, જૂનાગઢને અર્પણ કરાયું

રાજકોટ, તા. ૨૮ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન શાષાી સ્વામી શ્રી ધર્મજીવન દાસજી સ્વામી ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ તથા એન.એસ.એસ. ના સંયુક્ત ઉપર્ક્મે શાષાી સ્વામી શ્રી ધર્મજીવનદાસજીની ૧૨૪ મી જન્મજયંતિ નિમિતે સતત ૧૧ માં વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના કુલપતિ તરીકે નિયુક્ત થયા બાદ પોતાના પ્રથમ શૈક્ષણિક - સેવાકીય - વિદ્યાર્થીલક્ષી - સામાજીક કાર્યક્રમમાં વકતવ્ય આપતા પ્રો. (ડૉ.) પ્રતાપસિંહજી ચૌહાણે યુવાધનને જીવનોપયોગી શીખ આપતા જણાવ્યું હતું કે ફળની આશા રાખ્યા વગર સતત કર્મ કરવાથી ચોક્ક્સપણે સફળતા મળશે. શિક્ષણ, સેવા, શિસ્ત, સંસ્કાર, મહેનત અને નિષ્ઠાનો સમન્વય થાય ત્યારે આજનું યુવાધન એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે છે.
કુલપતિશ્રીએ આગળ બોલતા જણાવ્યું હતું કે હાલના ટેકનોલોજીના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ભલે તમામ જગ્યાઓએ સીસીટીવી લાગ્યા હોય, પરંતુ સૌથી મોંટું સીસીટીવી તો ઈશ્વરનાં હાથમાં છે. જો તેનો ડર રાખીએ તો ઉત્કળષ્ટ સમાજસેવા અને કારકિર્દીનું નિર્માણ શકય છે. વિદ્યાર્થીલક્ષી - શિક્ષણલક્ષી - સમાજલક્ષી - સેવાકીય પ્રવળતિઓ માટે હરહંમેશ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું સમગ્ર તંત્ર સદાય તત્પર હોવાનું કહી અંતમાં પ્રો. (ડૉ.) પ્રતાપસિંહજી ચૌહાણે એન.એસ.એસ.ની પ્રવળતિઓને બિરદાવી હતી.
ઉદ્દ્ધાટન સમારોહની શરૂઆતમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાં એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર ડૉ. પરાગ દેવાણીએ ‘રક્તદાન એ જ મહાદાન' સંદર્ભે બ્લડ ડોનેશન કેમ્પનું મહત્વ સમજાવ્યું હતું.
ઉદ્દ્ધાટન સમારોહમાં સદ્દગુરૂ પુરાણી શ્રી પૂ. જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીશ્રીએ પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયો હતો.
બ્લડ ડોનેશન કેમ્પમાં એન.એસ.એસ. વોલન્ટીયર્સ, વિર્દ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ૧૫૦ જેટલી રક્તની બોટલ એકત્ર થઈ હતી. કેમ્પમાં એકત્ર થયેલ તમામ રક્ત સેવાકીય ભાવ સાથે સિવિલ હોસ્પિટલ, જુનાગઢને અર્પણ કરવામાં આવ્યું હતું.
કોલેજનાં ડાયરેક્ટર પૂ. ઋષિકેશદાસજી સ્વામી સહિતના સ્વામીશ્રીઓએ પણ રક્તદાન કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું.
રક્તદાન કેમ્પ દરમ્યાન સદગુરૂપુરાણીશ્રી પૂ. જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીશ્રી, કુલપતિશ્રી પ્રો. (ડૉ.) પ્રતાપસિંહજી ચૌહાણ, સિવિલ હોસ્પિટલ, જુનાગઢનાં સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. કળતાર્થ બ્રહ્ભટ્ટ, બ્લડ બેન્ક ઈન્ચાર્જ ડૉ. ભાવિનભાઈ પઢીયાર, યુનિવર્સિટીનાં એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર ડૉ. પરાગ દેવાણી, કોલેજનાં ડાયરેક્ટર પૂ. ઋષિકેશદાસજી સ્વામી, આસી. ડાયરેકટર શ્રી રાજેશભાઈ ભરાડ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. રાજદિપભાઈ જોષી, પ્રિન્સીપાલ સાવલીયાજી, તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફ, ગીરનારી બ્લડ ગળપ, જુનાગઢનાં હોદ્દેદારો - સભ્યો, એન.એસ.એસ. સ્વયંસેવકો તથા વિર્દ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ત્રીજા કાયમી કુલપતિ તરીકે નિમાયેલા (ડૉ.) પ્રતાપસિંહજી ચૌહાણ (મો.૯૦૯૯૯૩૯૪૦૯) સમગ્ર ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ૧૦ વર્ષ જેટલાં સમય માટે કુલપતિ તરીકે ફરજ બજાવનારા ગુજરાતમાં કદાચ એકમાત્ર છે. સૌથી અનુભવી વી.સી. તરીકે હવે તેઓ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે કાર્ય કરીને હજુ નવો કિર્તીમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
