<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ગોંડલના ઘોઘાવદરની સીમમાં ગામના સરપંચ તથા તા.પં.સભ્‍ય સહિત ૯ જુગાર રમતા પકડાયા

ખોડા સુરાણી જુગાર રમાડતો'તો : ૧.૦૬ લાખની રોકડ, ૧૧ મોબાઇલ તથા ૯ બાઇક સહિત ૬.૩૬ લાખનો મુદામાલ કબ્‍જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૩૦ : ગોંડલનાં ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં મકાનમાં એલસીબીએ  દરોડો  પાડી જુગાર રમી રહેલા  ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયતનાં સદસ્‍ય  સહિત નવ શખ્‍સોને રોકડ રુ.૧,૦૬,૩૦૦ મોબાઇલ નંગ- ૧૧ કિંમત રુ.૧,૨૦,૦૦૦ તથા ૯ મોટરસાયકલ કિંમત રુ.૪,૧૦,૦૦૦ મળી કુલ રુ.૬,૩૬,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરતા સનસનાટી મચી જવા પામી છે.

 પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી શાખા નાં પીઆઇ. વી.વી.ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ. ગોહીલ, એએસઆઇ. ઇન્‍દ્રસિંહ જાડેજા,જયવિરસિંહ રાણા, બાલકળષ્‍ણ ત્રિવેદી, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજ બાયલ, મહીપાલસિહ ચુડાસમા,દિલીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીનાં આધારે ઘોઘાવદર નાં ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી ની સીમ માં આવેલી વાડીનાં મકાન માં દરોડો  પાડી જુગાર રમી રહેલા વાડી માલિક ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી, રવિભાઈ હરસુખભાઇ બાવળીયા રહે.ભગવતપરા ગોંડલ, રેગનભાઇ માવજીભાઇ રેવર રહે.ઘોઘાવદર, ઘનશ્‍યામભાઇ બટુકભાઈ ગમારા રહે.વાછરા, દિવ્‍યેશભાઈ વીરજીભાઇ વિરડીયા રહે. ઘોઘાવદર, હનિફભાઇ મહંમદભાઇ સમા રહે. બંધીયા, ઘોઘાવદરનાં સરપંચ હરેશભાઈ લીંબાભાઈ સાવલીયા , યોગેશભાઈ સવજીભાઇ સવજીભાઇ ઠુંમર રહે. માંડણકુંડલા તથા તાલુકા પંચાયતનાં સદસ્‍ય જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ઘેલાણી રહે.ઘોઘાવદરને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:19 PM IST)