News of Monday, 30th June 2025
ટંકારામાં ઓવરબ્રિજનુંનાળું સિમેન્ટ રોડથી મઢાયું
પાલિકા જાગી : સાત વર્ષથી રોડ વિભાગે કાર્ય ન કરતા આખરે પાલિકાએ પ્રશ્ન હલ કર્યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૩૦: ટંકારા શહેરમાં ઓવરબ્રિજનું નાળું હવે સિમેન્ટ રોડથી મઢવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સરળ અને સલામત બનશે. આ પ્રોજેક્ટ સ્થાનિક પ્રશાસન નગરપાલિકાના સહયોગથી પૂર્ણ થયો છે. રાજકિય અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી અને ભાવેન સેજપાલે દુવિધા અંગે લગત તંત્રને તાકીદે કામ કરવા સુચના આપયા બાદ રોડ ઉપર સિમેન્ટ નખાયો છે.
આ નાળું, જે અગાઉ કાચા રસ્તા અને ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકો માટે મુશ્કેલીઓ ઊભી કરતું હતું, તે હવે ટકાઉ અને મજબૂત સિમેન્ટ રોડથી બનાવવામાં આવ્યું છે. આ નવું બાંધકામ વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને પણ ઘટાડશે, જેનાથી રસ્તાની ટકાઉપણું અને સલામતીમાં વધારો થશે.
ટંકારાના ઉચ્ચ અધિકારીઓ આ સમસ્યા અંગે રાજકોટ મોરબી રોડની દેખરેખ રાખનારને ઢગલાબંધ સુચના આપી હતી છતાં તમામ સુચના ગટગટાવી પેટ ફાટે એમ સાતેક વર્ષ સુધી સમસ્યા આખરે નગર પાલિકા એ ધ્યાનમાં રાખીને હલ્લ કરી હતી
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
