<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ : હરીપર,રામનગર, હર્ષદપુર, સહિતના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ : જુઓ વિડિઓ

રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર ફુટ ફુટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા : ઠેર ઠેર ટ્રાફિક જામ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.હરીપર,રામનગર, હર્ષદપુર, સહિતના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી.વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

       જામ ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો જળ મગ્ન બન્યા હતા.રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર ફુટ ફુટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.શહેરના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

(3:25 PM IST)