તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 30th June 2025
કચ્છના મુન્દ્રામાં ૨ ઈંચ, માંડવીમાં દોઢ ઇંચ, ભુજ, રાપરમાં પોણો ઈંચ વરસાદ અન્યત્ર ઝાપટા : જુઓ વિડીયો
કચ્છમાં લોકોને એક બાજુ ધોધમાર વરસાદનો અનુભવ બીજી બાજુ સરકારી ચોપડે ક્યાંક નીલ ક્યાંક ઝરમર વરસાદ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છમાં બપોર બાદ પલટાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પશ્ચિમ કચ્છમાં છૂટી છવાઈ ધડબડાટી બોલાવી હતી. ક્યાંક કોરું ધાકોડ વાતાવરણ રહ્યું હતું. જ્યારે પૂર્વ કચ્છમાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે. મુન્દ્રા બે ઇંચ, માંડવી દોઢ ઈંચ, ભુજ અને રાપર પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ દ્રશ્ય સાંસદ વિનોદ ચાવડાના ગામ સુખપર રોહા (નખત્રાણા)નું છે જ્યાં ધોધમાર વરસાદને પગલે ગામમાં હાઇવે ઉપર પાણી વહી નીકળ્યા હતા. ડેમ ઓગની ગયો હતો. આ પંથકમાં અન્યત્ર પણ સારા વરસાદના વાવડ છે. ભુજમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ છે. જોકે, સરકારી આંકડાઓ અનુસાર અબડાસા: ૦ મીમી, લખપત ૬ મીમી, નખત્રાણા ૪ મીમી જ્યારે ગાંધીધામમાં ૨ મીમી, ભચાઉ અને અંજારમાં ૮ મીમી વરસાદ છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
