News of Monday, 30th June 2025
સુરેન્દ્રનગરના લખતર ગ્રામ પંચાયતમાં ACBની ટ્રેપમાં તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા
તલાટી કમ મંત્રી પેટ્રોલ પંપ સામે રાજ હોટલ પાસે રૂ.3000ની લાંચ લેતા ઝડપાયો: વઢવાણના વડોદ ગામે બે પ્લોટના ગામ નમૂના નંબર 02 ના ઉતારા માટે તલાટીએ લાંચ માંગી હતી:રાજુભાઈ વસોયાએ તલાટી ધર્મેશ કુમાર પેઢડીયા વતી લાંચ માંગી

સુરેન્દ્રનગરના લખતર ગ્રામ પંચાયતમાં ACBની ટ્રેપમાં તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ACBએ તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના લખતર ગ્રામ પંચાયતમાં ACBની સફળ ટ્રેપ...ACBએ તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. તલાટી કમ મંત્રી પેટ્રોલ પંપ સામે રાજ હોટલ પાસે રૂ.3000ની લાંચ લેતા ઝડપાયો હતો. વઢવાણના વડોદ ગામે બે પ્લોટના ગામ નમૂના નંબર 02 ના ઉતારા માટે તલાટીએ લાંચ માંગી હતી. રાજુભાઈ વસોયાએ તલાટી ધર્મેશ કુમાર પેઢડીયા વતી લાંચ માંગી હતી. બન્ને વિરુદ્ધ સુરેન્દ્રનગર ACP પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
