<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમની જળસપાટી 23 ફૂટે પહોંચી

ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક : જેતપુરમાં બે કલાકમાં સવા ઇંચ ખાબક્યો

જેતપુર : સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમમાં ઉપરવાસ વરસાદના કારણે પાણીની નજીવી આવક થતા ડેમની સપાટી ૨૩ ફૂટ પહોંચી છે.

શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બની ઝરમર વરસી ફરી વાતાવરણ ચોખ્ખું થઈ જતું આજે બપોરે ૪ વાગ્યા થી મેઘરાજા એ મન મૂકીને વરસતા બે કલાકમાં ૨૮ મીમી વરસાદ વરસાવી દેતા રોડ ઉપર પાણી પાણી થઈ ગયેલ.


 

(7:30 PM IST)