તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા 'આયુષ્યમાન વય વંદના કાર્ડ' માટેના વધુ એક કેમ્પનું આયોજન
ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય પરથી તા. ૧ જુલાઈ ૫ જુલાઈ દરમિયાન ૭૦ વર્ષ થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટેના કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાશે

જામનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતભરના ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 'આયુષ્યમાન વય વંદના યોજના' લાગુ કરાઇ છે, અને તે માટેના જરૂરી કાર્ડ પણ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.
જેથી જામનગરના ૭૦ વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો માટેના 'આયુષ્યમાન વય વંદના કાર્ડ' કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેને સુંદર પ્રતિસાદ મળ્યો હતો, અને હજુ પણ ડિમાન્ડ હોવાથી વધુ પાંચ દિવસ માટેના બીજા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧જૂલાઈ થી ૫ જૂલાઈ સુધી વધુ પાંચ દિવસ માટે સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય લાખોટા મિગકોલોની ના સ્થળે ૫ દિવસિય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આથી ૭૯- વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૭૦ વર્ષ કે તેથી વધુ ની વયના કોઈપણ વરિષ્ઠ નાગરિકો, કે જેઓ આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવા માંગતા હોય, તેઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પૈકીના રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ કે જે મોબાઈલ નંબર સાથે લીંક કરેલો હોય, તે આધાર પુરાવા લઈને જન સંપર્ક કાર્યાલય નો સંપર્ક સાધવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.
ધારાસભ્ય ધ્વારા અત્રે એ ઉલ્લેખ કરાયો છે. કે જેઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલું છે, તેમણે વય વંદના કાર્ડ કઢાવવાની આવશ્યકતા રહેતી નથી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
