તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 30th June 2025
મોરબીમાં વર્કરોની માહિતી પોલીસ મથકે નહિ આપનાર સ્પા સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ.
મુન સ્પાના સંચાલકે વર્કરોની માહિતી પોલીસ સ્ટેશનમાં નહિ આપીને જાહેરનામાંનો ભંગ કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના મહેન્દ્રનગર રોડ પર સુપર માર્કેટ કોમ્પ્લેક્ષમાં આવેલ મુન સ્પાના સંચાલકે વર્કરોની માહિતી પોલીસ સ્ટેશનમાં નહિ આપીને જાહેરનામાંનો ભંગ કર્યો હતો જેથી પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ઝાપડિયાએ આરોપી પુણેન્દ્રુ તરુણભાઈ અધિકારી( રહે હાલ લાભનગર વેજીટેબલ રોડ મોરબી મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળા) એ મહેન્દ્રનગર રોડ પર રામધન આશ્રમ સામે આવેલ સુપર માર્કેટ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે મુન સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી ના હતી અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કર્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી સ્પા સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
