તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
મોરબી જીલ્લામાં રેલ્વે સંબંધિત પ્રશ્નો અંગે પૂર્વ કાઉન્સીલરે રાજ્યસભા સાંસદને રજૂઆત કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જીલ્લામાં રેલવેને લગતા વિવિધ પ્રશ્નો અંગે પૂર્વ કાઉન્સીલર અને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ પી સીરોહિયા દ્વારા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે, બહારના રાજ્યના અનેક લોકો મજુરી માટે મોરબીમાં વસવાટ કરે છે જેથી લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે, મોરબીને ડેઈલી ટ્રેન અમદાવાદની આપવામાં આવે. રેલ્વે ફાટક માથાનો દુખાવો હોય સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં અનેક વખત ફાટક બંધ થાય છે મોરબીને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ટ્રેન મોરબી સ્ટેટે આપી હતી સ્ટેટ દ્વારા રેલ્વેની અનેક સુવિધાઓ આપવામાં આવી હતી જે છીનવાઈ ગઈ છે મોરબી રેલ્વે સ્ટેશનને સ્ટેટના નામ સાથે જોડવા અથવા મહારાજાનં સ્ટેચ્યુ મુકવા માંગ કરી છે તેમજ નજર બાગ રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવા માંગ કરી છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
