News of Tuesday, 1st July 2025
કચ્છમાં સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન -૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન
સૌથી લાંબી ટુર્નામેન્ટ, સતત ૧૦૮ દિવસ (સાડા ત્રણ મહિના) ચાલી ૬૦૦ ટીમ વતી ખેલાડીઓ રમ્યા : રેકોર્ડ સર્ટીફીકેટ સાંસદ વિનોદ ચાવડાને અર્પણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ દ્વારા આયોજીત ઓપન કચ્છ ડે - નાઇટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન - ૩ ને વર્લ્ડ ઈન્ડીયામાં સ્થાન મળ્યું છે. આ રેકોર્ડ સર્ટીફીકેટ સાંસદ વિનોદ ચાવડાને અર્પણ કરતાં મિલનભાઇ સોની અને દેવ્યાનીબેન સોનીએ અર્પણ કર્યું હતું.
કચ્છ લોક સભા તથા સમાજ નવનિર્માણ ભુજ દ્વારા આયોજિત ઓપન ડે નાઇટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન - ૩ જે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તારીખ ૦૬/૦૩/૨૦૨૫ થી ૨૨/૦૬/૨૦૨૫ ટોટલ ૧૦૮દિવસ રમાયેલ મેચોમાં ટોટલ ૬૦૦+ ટીમોમાં ૮૮૨૦ જેટલા ટોટલ ખેલાડીઓ એ રસ પૂર્વક ભાગ લીધો હતો.
વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા ના પ્રતિનિધિ મિલનભાઈ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા નિરીક્ષણ કરી વિગતો મેળવી પ્રમાણીત કરી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન - ૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો - સ્વયં સેવકો સૌ નો સાંસદશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ રેકોર્ડસ બનતા આનંદ વ્યક્ત કર્યો હતો.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
