<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વિરપુર (જલારામ): ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનાં ર સગાભાઇઓને એએસઆઇ તરીકે પ્રમોશન

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. ૧: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના બે સગા ભાઈઓ અનિલભાઈ ગુજરાતી અને વિપુલભાઈ ગુજરાતીને એ.એસ.આઈ તરીકે પ્રમોશન મળ્‍યુ છે.

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના રહેવાસી અને હાલ રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.માં ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ અનિલ ગુજરાતી તેમજ તેમના સગા ભાઈ લોધિકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિપુલભાઈ ગુજરાતીને પોતાની સારી કામગીરી બદલ પોલીસ કોન્‍સ્‍ટેબલ માંથી આસિસ્‍ટન સબ ઈન્‍સપેક્‍ટર, એ.એસ.આઈ તરીકે પ્રમોશન ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્‍યું છે, ઉલ્લેખનિય છે કે રાજકોટ ગ્રામ્‍ય એલસીબીમાં ફરજ બજાવતા અનિલભાઈ ગુજરાતીને અગાઉ આગવી સુઝબુઝ તેમજ ટેકનીકલ રીસોર્સ આધારે આ ઘરફોડ ચોરીના આરોપીઓને પકડવા બદલ તેમજ પ્રશંસનીય કામગીરી બદલ અનિલભાઈ ગુજરાતીને બેસ્‍ટ ઇન્‍વેસ્‍ટીગેશન પ્રશંસાપત્ર એવોર્ડ રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા આપવામાં આવ્‍યો હતો.

(9:40 AM IST)