<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મુંદરા બંદરે નવલખીથી કન્‍ટેનર્સ જાય તો લોજીસ્‍ટીક ચાર્જ ઘટી જાય

મીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે આધૂનિક સૂવિધાઓમાં વધારો કરોઃ જાડેજા દ્વારા કેશરીદેવસિંહને આવેદન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧: દેશના કુલ મીઠાના ઉત્‍પાદનના ૮૦ ટકા મીઠાનુ ઉત્‍પાદન ગુજરાત રાજય માં થાય છે અને રાજયનો મુખ્‍ય ઉદ્યોગ છે. વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવેતો મીઠા ઉધોગનો વિકાસ થશે અને તેમા કામ કરતા અગરીયા ઓની સુવિધામા વધારો થશે.જયદીપ એસોસિએશન પ્રા. લી.ના દિલુંભા જાડેજાએ મીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરવાની માંગ સાથે રાજ્‍યસભાના સાંસદ કેશરીદેવ સિંહને વિગતવાર આવેદન આપ્‍યું હતું.

મીઠા ઉધોગમાં કામ કરતા અગરીયાઓ માટે વર્ષોથી પીવાના પાણીની મુશ્‍કેલી છે જેને કાયમી ધોરણે નીકાલ માટે માળીયા મી તાલુકામાં રણ વિસ્‍તારમા પીવાના પાણીની લાઈન નાખી પીવાનું પાણી મળી રહે તેવુ આયોજન કરવામા આવે. મીઠાના એકમોમાં આવવા જવા માટે સ્‍ટેટ હાઈવેથી ગામડાને જોડતા રસ્‍તાઓ નેશનલ હાઈવેથી જોડતા પાકા રસ્‍તાઓ બનાવવા જોઈએ.

માળીયા (મી)ના રણ વિસ્‍તારમા જેવા કે, લવણપુર, વર્ષામેડી, બોડકી, બગસરા, જાજાસર, હરીપર વિગેરે ગામોને નેશનલ હાઈવે સાથે જોડતા રસ્‍તાઓનુ નિર્માણ કરવું જોઈએ તેમજ આ વિસ્‍તારમાં સાયકલોનથી બચાવ કરવા માટે આ વિસ્‍તારમાં સાયકલોન સ્‍લેટર બનાવવા જોઈએ.

માળીયા(મી) તાલુકામાં ઉત્‍પાદીત થતા મીઠાનાં નીકાસ માટે ડેલીગેટ જેટી બનાવવી જોઈએ. મીઠાઉત્‍પાદીત વિસ્‍તારથી હરીપર, જાજાસર, દેવગઢ, હળવદ તાલુકાનાં રણ વિસ્‍તાર તથા સુરજબારી વિસ્‍તાર નવલખી બંદરથી ખુબજ દુર થતુ હોય. જેથી મીઠાનાં પરીવહનામાં ખુબજ મોટો ખર્ચ થતો હોય. તથા નવલખી બંદરે કોલ આયાત થતો હોવાથી મીઠામાં કોલસાનું ડસ્‍ટીંગ થવાથી ત્‍યા મીઠાનું નિકાસ શકય નથી. માટે માળીયા તાલુકાનાં બગસરા વિસ્‍તારમાં એટલે કે હડકીયા ક્રિકમાં જેટી બનાવવી જોઈએ. જેથી બધાજ મીઠાઉત્‍પાદકોને લાભદાયી થશે. અને મીઠાનાં પરીવહન ખર્ચ ન્‍યુતમ થઈ શકે. જેથી બગસરા વિસ્‍તારમાં મીઠાનાં નિકાસ માટે અગાઉ મંજુર થયેલ તે જગ્‍યાએ જેટી બનાવવાની માંગ કરી છે.

વિશેષેમાં જણાવવાનુ કે મોરબી જીલ્લાના એક માત્ર ALL WEATHER નવલખી બંદર આવેલ છે તેમજ આ બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્‍દ્રનગર અને અમદાવાદ વિગેરે જીલ્લાઓ ઉધોગ /વેપાર ધંધાઓના હબ છે. નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કારગો ભારતના અન્‍ય રાજય જેવાકે રાજસ્‍થાન, દિલ્‍હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્‍ય નજીકના રાજયોને લોજીસ્‍ટીક કોસ્‍ટમાં ફાયદા કારક હોય તો નવલખી બંદરના વિકાસ કરવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરવી અનિવાર્ય છે.

હાલે નવલખી બંદર ઉપર નવી જેટી બનાવેલ છે તે જેટી એ અને નવલખી ચેનલ (ડ્રીક)માં ડ્રેજીજીંગની જરૂીરીયાત છે જો ત્‍યા ડ્રેજીજીંગ કરવામાં આવેતો જેટી પર થી કન્‍ટેનર બાર્જીસ /કાર્ગો બાર્જીસનુ લોડીંગ અન લોડીંગ થઈ શકે તેમાટે જેટી તેમજ ચેનલ (દ્વીક) માં ડ્રેજીંગ કરવુ અનિવાર્ય છે.

કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીજીંગ કરવામાં આવે છે જે ડ્રેજીજીંગનો કાદવ તેમજ કાંપ ભરતી ઓટ સમયે નવલખી નવલખી બંદર ઉપર આવેછે અને નવલખી બંદરે દરિયાઈ પાણીની ઉડાંઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલો (દ્વીકો)માં પુરાણ થતુ જાય છે જેના હીસાબે શીપો હાલે ૯ થી ૧૧ મીટરના ડ્રાફટમા નવલખી ઈનર વર્કીંગ એન્‍કરેજમાં આવે છે જયારે અગાઉ તેજ શીપો ૧૨ થી ૧૪ મીટરના ડ્રફટમાં આવતી હતી. તેમજ હાલે ચેનલોના પુરાણ ના હીસાબે લો ટાઈડમાં બાર્જીસ ગ્રાઉન્‍ડ થઈ જાય છે જેના હીસાબે ૨૪ કલાક બાજીસ ની મુવમેન્‍ટ થતી નથી. જો કંડલા પોર્ટના ડ્રેજીંગનો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવેછે તે જો બંધ કરવામાં નહીં આવેતો આવતા ભવિષ્‍યમાં નવલખી બંદર બંધ થવાની શયતા છે માટે કંડલા પોર્ટ ડ્રેજીજીંગનો કાપ નવલખી બંદર ઉપર ન આવે તે માટે યોગ્‍ય કરવા જરૂરી છે.

નવલખી બંદર ઉપર હાલે કોલ હેન્‍ડલીંગ થાયછે તે ઉપરાંત અન્‍ય કારગો જેવોકે ફર્ટીલાઈજર, સોલ્‍ટ, ફૂડ ગ્રેઈન, બોકસાઈડ, કલીન્‍કર, ઈન્‍ડસ્‍ટ્રીયલ જીપ્‍સમ, તંદઉપરાંત સીરામીક અને અન્‍ય પ્રોડકટસ માટે પોર્ટ માંજ અલગથી સ્‍ટોરેજ માટે હયાત સ્‍ટોરેજ છે તેમાંથીજ સ્‍ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્‍ધ કરવી જોઈએ જેથી વ્‍હાઈટ તેમજ અન્‍ય કાર્ગો ની આયાત નીકાસ થઈ શકે.

મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્‍ટ, ઓટોમોબાઈલ્‍સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્‍લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા ૧૨ મીટરના ઉડા દરીયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્‍યાએ જેટીનું નિર્માણ કરવું જોઈએ અને કન્‍ટેનર લોડીંગ અને લોડીંગની સુવિધા ઉપલબ્‍ધ કરવી જોઈએ, જેથી હાલે મોરબીથી સીરામીક વિગેરે તેમજ રાજકોટથી ઓટોમોબાઈલ્‍સ તેમજ અન્‍યના કન્‍ટેનરો હાલે કંડલા અને મુન્‍દ્રા પોર્ટથી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉધોગકારોને લોજીસ્‍ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્‍લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉધોગ ધંધાનો વિકાસ થાય.

નવલખી બંદર ઉપર હાલે પ્રાઈવેટ જેટીના વ્‍હારફેજ ચાર્જ પોર્ટ (જી એમ બી)ની જેટી કરતા ૮૦ ટકા વ્‍હારહેજ ચાર્જ વધારે વસુલ કરવામા આવે છે. કારણ કે પ્રાઈવેટ જેટીના સ્‍ટેક હોલ્‍ડરના અગ્રીમેન્‍ટમા દર ૩ વર્ષે ૨૦ ટકાનો વધારો કરવામા આવે છે. તે બંધ કરવો જોઈએ. અને જી.એમ.બી. જેટી ઉપર લાગુ પડતુ બારહેજ ચાર્જ અને પ્રાઈવેટ જેટીના વ્‍હારહેજ ચાર્જીસ સરખા કરવામાં આવેતો નવલખી પોર્ટ ઉપર આયાત નિકાશમા વધારો થશે. 

(10:22 AM IST)