<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ઉપલેટામાં મુસાફરખાનું ધરાશાયી

(ક્રુષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા, તા.૧: પંચહાટડી વિસ્‍તારમાં આવેલ મુસ્‍લિમ લોકોનું વિશ્રામ ગળહ મુસાફર ખાનું કે જ્‍યાં બહારગામથી આવતા મુસ્‍લિમ લોકોના સમુદાય અથવા તો ફકીર લોકોને રહેવા માટેની સુવિધા કરી આપવામાં આવતી હતી આ મુસાફરખાનું રાજાશાહી વખત ૧૦૦ વર્ષ જૂનું હોવાથી  આ અંગે પાયાથી લઈ બિલ્‍ડીંગ મટીરીયલ સહિતની વસ્‍તુઓ જર્જરિત થયા બાદ બપોરે સામાન્‍ય વરસાદ થતાં આ મુસાફરખાનું ધરાશાયી થયેલ હતું

બનાવ અંગેની જાણ થતા પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ તેમની ટીમ સહિત આગેવાનો રજાકભાઈ હિંગોરા સહિતના વ્‍યક્‍તિઓ ઘટના સ્‍થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્‍ત કાટમાળને હટાવવાના પ્રયાસો હાથ ધરેલ હતા આમ આ મુસાફર ખાનાનું ૧૦૦ વર્ષ જૂનું અને કોઈ વ્‍યક્‍તિ વસવાટ ન કરતું હોવાથી  કોઈપણ પ્રકારની જાનહાની કે ઈજા પહોંચેલ નથી.

(10:23 AM IST)