તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 1st July 2025
માણાવદર, કેશોદ વિસ્તારમાં જુગાર દરોડા, ૧૯ જુગારીઓ ઝડપાયા
પોલીસે રોકડ સહિત ૧.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૧: માણાવદર, કેશોદ વિસ્તારમાં જુગાર દરોડા, ૧૯ જુગારીઓને ઝડપી પાડી પોલીસે રોકડ સહિત ૧.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માણાવદરમાં સ્ટેશન પ્લોટ બાપા સીતારમની મઢી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે સલીમભાઇ ઇસ્માઇલભાઇ, કરીમશા હાસમશા, યુનુશભાઇ કાસમભાઇ સાઘ, રાહુલભાઇ નાથાભાઇ શામળા, રફીકભાઇ ઇબ્રાહીમભાઇ દલ, જીતેન્દ્રભાઇ ચનાભાઇ ચુડાસમા, મેરામણભાઇ ઉકાભાઇ શામળા, લાખાભાઇ વીરાભાઇ ગરચર, વિનોદભાઇ મેરામભાઇ સંખેસરીયા, કાનાભાઇ પ્રેમજીભાઇ સારોલીયા, રાકેશભાઇ ચુનીભાઇ સોલંકી, કરશનભાઇ રાજાભાઇ શામળા, બસીરભાઇ મામદભાઇ સુમરા, રફીકભાઇ મુસાભાઇ સેતા અને ફુલભાઇ સવજીભાઇ રાનીને રૂપિયા ૨૬,૨૪૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ ઉપરાંત ૧૧ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત કેશોદ પોલીસે કેશોદ તાલુકાના માતરવાણીયાના કેડા વાળી સીમમાં મેઘા પુંજા બારૈયાના ખેતરની ઓરડી બહાર લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડી મેઘા પુંજા તેમજ દિનેશ મેઘા બાબરીયા, રાજુ અરજણ ઝિંઝુવાડીયા અને બચુભાઈ જગાભાઈ બાબરીયાને રૂપિયા ૧,૧૩૦ની રોકડ તથા બે મોબાઈલ ફોન અને બે બાઈક સહિત કુલ રૂપિયા ૪૭,૧૩૦ના મુદ્દામાલ સાથે જુગાર ખેલતા પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
