તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૧ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ટંકારા લતીપર રોડ ઉપર બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત : એકનુ મોત : ત્રણ ધાયલ
સીએનજી રિક્ષાને કારે પાછળથી ઠોકર મારતા અકસ્માત : રાજકોટ તરફ જતા 3 મુસાફરો ધાયલ : કાર ચાલકે બેફામ નશો કર્યો'તો ?

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧ :ટંકારા લતીપર રોડ ઉપર સાવડી સરાયા ઉપર બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
આ અકસ્માતમાં ધટના સ્થળે એક નું મોત થયું હતું જ્યારે ત્રણ ધાયલ ને સારવાર અર્થે ટંકારા 108 મારફત ખસેડયા હતા.
ગત રાત્રે ટંકારાથી રાજકોટ રોડ ઉપર દેવકુંવર શૈક્ષણિક સંકુલ પાસે કારે સીએનજી રિક્ષાને કારે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જાયો હતો
જેમા રાજકોટ તરફ જતા 3 મુસાફરો ધાયલ થયા હતા કાર ચાલક બેફામ નશો કર્યો હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું અને અકસ્માત બાદ ડ્રાઇવર અંધારામાં ઓગળી ગયો હતો. હતો.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
