<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

સાયલાના મોટી મોરસલ ગામની દુકાનેથી સસ્‍તા અનાજનો જથ્‍થો ચોટીલા માર્કેટ યાર્ડમાં વેંચવા લઇ આવતા રીક્ષા ચાલક ઝડપાયો

વઢવાણ તા. ૧ :..  ચોટીલા એપીએમસી પાસે સસ્‍તા અનાજની દુકાને મળતો જથ્‍થો વેચાણ અર્થે આવવાનો હોવાની બાતમી મળતા ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા સહિતની ટીમે  વોચ રાખી હતી.

જેમાં શંકાસ્‍પદ અનાજ ભરેલ છકડો નજરે પડતા તેને રોકી તપાસ કરતા તેમાં રહેલ અનાજનો જથ્‍થો સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના વાજબી ભાવની દુકાનના સંચાલક શૈલેષ હરજીભાઈ ડાભીનો હોવાનું ખુલ્‍યુ હતુ.

જયારે છકડા ચાલક મોટી મોરસલનો વિશાલ વજાભાઈ ડાભી આ જથ્‍થો ચોટીલા એપીએમસીમાં વેચાણ માટે લાવ્‍યો હતો. નાયબ કલેકટરની ટીમે ૧૫ ઘઉંના કટ્ટા અને છકડા સહિત રૂપીયા ૧.૮૧ લાખની મત્તા જપ્ત કરી છે.

જયારે અનાજ સરકારી ગોડાઉન ચોટીલા ખાતે અને છકડો મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડાયો છે. જયારે દુકાનદાર સામે નીયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ ઉપરાંત ચોટીલામાં આવો સરકારી અનાજનો જથ્‍થો લેનાર વેપારીઓ કોણ કોણ છે તે બાબતે પણ તપાસ હાથ ધરાઈ છે. 

(11:29 AM IST)