તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ઉપલેટાના મોટી પાનેલીમાં ધીમીધારે વરસાદથી પાકને ફાયદોઃ ફૂલઝર ડેમમાં નવા નીર

(અતુલ ચગ દ્વારા) તા.૧: મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આજુબાજુ ના ગામોમાં સતત વરસાદી વાતાવરણ માં છેલ્લા ત્રણ દિવસ થી ઝરમર ઝરમર વચ્ચે ે બપોરે મેહુલો એકધારો સતત ચાર કલાક સુધી વરસી જતા સવાબે ઇંચ વરસાદ નોંધાયો હતો સતત ચાર કલાક સુધી એકદમ કાચા સોનાની મારફત વરસાદ સમયસર આવી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સ્પષ્ટ જોવા મળેલ છે
બપોરે એક વાગ્યાં થી સાંજના પાંચ વાગ્યાં સુધીમાં ધીમીધારે સતત વરસાદ ચાલુ રહેલ ખેતરોમાં પાણી નીકળી ગયેલ છે વાવણી ના પાક અને ઉભામોલ ઉપર ધીમીધારે વરસાદ થતા કાચું સોનુ વરસ્યું હોય તેવો મેઘો મહેરબાન થયો છે ઉપરવાસ ના ગામોમાં પણ વરસાદ ને લઈને પાનેલીના ફુલઝર ડેમમાં પાણીની આવક થઇ રહી છે. (૩.૯)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
