News of Tuesday, 1st July 2025
ગોંડલ તાલુકા પોલીસે લોખંડની પ્લેટોની ચોરી કરનાર બેને ઝડપી લીધા : બે ચોરીનો ભેદ ખુલ્યો
ગોંડલના જામવાડી પાસે અને લોધીકાના કણકોટ રોડ ઉપરથી લોખંડની ચોરી કર્યાની કબુલાત

તસ્વીરમાં પકડાયેલ બંને શખ્સો અને લોખંડની પ્લેટો નજરે પડે છે.
રાજકોટ, તા. ૧ : ગોંડલ તાલુકા પોલીસે લોખંડની પ્લેટોની ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડી પૂછતાછ કરતા ગોંડલના જામવાડી અને લોધીકાના કણકોટ રોડ ઉપરની ચોરીનો ભેદ ખુલ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અઘિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓએ અનડીટેક ગુન્હા તથા ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ ગોંડલ તાલુકા પો.સ્ટે ગોંડલ તાલુકા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી જેની ઉપર ગુજરાતીમાં ઙ્કરાજા મેલડીઙ્ઘ લખેલ ગાડીમા ચોરીનો મુદામાલ રાખી નીકળનાર છે જેથી પો.સ્ટાફ રિબડા ચોકડી ખાતે વોચમાં હતા તે દરમ્યાન હકીકત વાળી બોલેરો પિકઅપ ગાડી રજી નં. જીજે-ર૭-એકસ-૭૬ર૯વાળી નીકળતા ગાડી રોકી ચેક કરતા ગાડીમાં બેઠેલા (૧) ભોલા ઠાકરશીભાઇ વિરમગામીયા રહે.ગામ સરધાર મેલડીમાનાં મંદિર પાસે ભુપગઢ રોડ તા.જી.રાજકોટ, (૨) મહેશ પરષોતમભાઇ વાઘેલા રહે.હાલ રાજકોટ કોઠારીયા સોલવંટ મુળ રહે. ગામ ધારી હિમખીમડી પરૂ સરશીયા રોડ તા.ધારી જી.અમરેલીને પકડી પાડી પૂછતાછ કરતા આ લોખંડની પ્લેટો ગોંડલના જામવાડી પાસે ને. હા. રોડ ઉપર ખુલ્લી જગ્યામાંથી તથા લોધીકાના કણકોટ રોડ ઉપર સારસ્વત ગૌશાળા નજીકથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે લોખંડની નાની મોટી પ્લેટો કુલ નંગ ૮૭ ની કિ. રૂા. ૧,૦પ,૦૦૦ તથા ચોરીમાં ઉપયોગી વાહન બલેરો પિકઅપ ગાડી રી.જી.નં. જીજે-ર૭-એકસ-૭૬ર૯ કિ. રૂા. ૪ લાખ મળી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી ગોંડલના તાલુકા પો. સ્ટે.ના ઇ/ચા. પીઆઇ જે.એ.ખાચર, એએસઆઇ આર.એસ.બોહરા, હે.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હે.કો. પ્રતાપસિંહ સોલંકી,હે.કો. કીશનભાઇ ચાવડા, પો. ઇન્સ. રવિરાજસિંહ વાળા, પો. ઇન્સ. ઁ રણજીતભાઇ ધાધલ, પો. ઇન્સ. ઁજયદિપભાઇ ધાધલ, પો. ઇન્સ.ઁ ભગીરથભાઇ વાળા, પો. ઇન્સ. પળથ્વીરાજસિંહ ડોડીયા, પો. ઇન્સ. અશ્વિનભાઇ તાવિયા સહિતના સ્ટાફે કરી હતી
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
