<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જસદણમાં હરિરામ બાપા પ્રેરિત જલારામ મંદિરે શુક્રવારથી ભાગવત સપ્તાહ યોજાશે

ઈશ્વરચંદ્ર વ્‍યાસજી કથાનું રસપાન કરાવશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા., ૧ : જસદણના જલારામ સત્‍સંગ મંડળ તથા સમસ્‍ત હરી પરિવાર દ્વારા તા. ૪-૭-૨૦૨૫  શુક્રવાર થી તા. ૧૦-૦૭-૨૦૨૫  ગુરુવાર સુધી જસદણના જલારામ મંદિર ખાતે ભાગવત સપ્તાહ યોજાશે. વ્‍યાસપીઠ ઉપરથી જુનાગઢના શ્રી ઈશ્વરચંદ્ર વ્‍યાસજી કથાનું રસપાન કરાવશે.  કથા શ્રવણનો સમય સવારે ૯  થી ૧૨ તથા બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધીનો રહેશે. કથા સ્‍થળે દરરોજ સવારે ૫.૩૦ કલાકે હરિરામ બાપા પ્રેરિત પ્રાર્થના યોજાશે તેમજ કથા વિરામ બાદ દરરોજ સાંજે સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. તા. ૪-૭-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૯ કલાકે શ્રીનાથજી હવેલી જસદણ ખાતેથી પોથીયાત્રા શરૂ થઈને ટાવર ચોક, હરિ સ્‍ટ્રીટ થઈને જલારામ મંદિરે પહોંચશે. તા. ૬-૭-૨૦૨૫ને રવિવારે સાંજે ૬ કલાકે નળસિંહ પ્રાગટય,  તા. ૭-૭ ને સોમવારે સવારે ૧૦ કલાકે વામનજી પ્રાગટય, બપોરે ૧૧.૩૦ કલાકે રામચંદ્રજી પ્રાગટય, સાંજે ૬ કલાકે કળષ્‍ણ જન્‍મ નંદ મહોત્‍સવ,  તા. ૮-૭  ને મંગળવારે સાંજે ૬ કલાકે ગોવર્ધન પૂજા, તા. ૯-૭ ને બુધવારે સાંજે ૬ કલાકે રુકમણી વિવાહ તથા તા.૧૦-૦૭ ને ગુરુવારે બપોરે ૧૧.૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. કથા દરમિયાન દરરોજ બપોરે તથા સાંજે બંને ટાઈમ ભોજન મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કથાની પૂર્ણાહુતિના દિવસે તા.૧૦-૦૭-૨૦૨૫ ને ગુરુવારે  ગુરુપૂર્ણિમા નિમિત્તે સદગુરુ પૂજ્‍ય હરિરામબાપા પ્રત્‍યે ભાવ પ્રગટ કરવા ગુરુ પૂજન સવારે ૮ કલાકે જલારામ મંદિર ખાતે યોજાશે. કથા શ્રવણ, ભોજન, પ્રસાદ, ગુરુપૂર્ણિમા મહોત્‍સવ સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં  દરેક ધર્મપ્રેમી જનતાએ ઉપસ્‍થિત રહેવા જલારામ સત્‍સંગ મંડળ તથા હરી પરિવારે અનુરોધ કર્યો છે

(11:39 AM IST)