<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

કલ્યાણપુરના કાળુભાર ટાપુ પાસે હોડી ઉંધી વળી જતા એકની લાશ મળી : બીજાની શોધખોળ

ખંભાળિયાના આંબલાના રહેવાસી બે માછીમાર યુવાનો હોડી લઈને દરિયામાં દરિયામાં ગયા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આંબલાના રહેવાસી બે માછીમાર યુવાનો હોડી લઈને દરિયામાં જતા હતા ત્યારે કલ્યાણપુર તાલુકાના કાળુભાર ટાપુ પાસે હોડી ઉંધી વળી જતા દરિયામાં ડૂબી ગયા હતા.

 જે પૈકી એકની લાશ મળી આવી છે જ્યારે બીજાની શોધ ખોળ ચાલુ છે વિશેષ તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.

(1:29 PM IST)