News of Tuesday, 1st July 2025
ચોમાસાની શરૂઆતના ૧૫ દિવસમાં જુનાગઢ જિલ્લામાં મોસમનો ૩૨ ટકા વરસાદ
૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો, આજે પણ વરસાદી વાતાવરણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: ૨૪ કલાક દરમિયાન વધુ ૧૩ ઈચ વરસાદ થતાં ચોમાસાની શરૂઆતના ૧૫ દિવસમાં જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ વધીને ૩૨ ટકા ઉપર પહોંચી ગયો છે.
ચાલુ વર્ષે ચોમાસાના સત્તાવાર પ્રારંભમાં પ્રથમ દિવસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. ગઈકાલે સોમવારથી ફરી મેઘરાજાએ આળસ મરડી નવેસરથી કળપા વરસાવવાનું શરૂ કરતા આજે સવાર જુનાગઢ જિલ્લામાં કુલ ૩૧૧મીમી વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.
આ વર્ષે ૧લી જુનથી ૩૦ જુનના ૧૫ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૩૦૦ મીમી સાથે ૩૨ ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે. ગત વર્ષે ૧૫ થી ૩૦ જુન વચ્ચે ૮.૩૦ ટકા થયો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૨૩.૦૭
ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂકયો છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હતો.
ગત વર્ષે ૧૫ જુન થી ૨૬ જુન દરમિયાન માણાવદર તાલુકામાં ૨૧ મીમી સાથે ૨.૨૮ ટકા, વંથલીમાં ૭૬ મીમી સાથે ૭.૩૬ ટકા, જૂનાગઢ ગ્રામ્યમાં ૧૩૫ સાથે ૧૨.૮૪ ટકા, ભેસાણ તાલુકામાં ૧૦ મીમી સાથે ૧.૩૦ ટકા, વિસાવદરમાં ૧૮૫ મીમી સાથે ૧૪.૯૪ ટકા, મેંદરડામાં ૧૩૩ સાથે ૧૨.૯૫ ટકા, કેશોદમાં ૩૯ મીમી સાથે ૪.૧૨ ટકા, માંગરોળમાં ૩૯ સાથે ૪.૧૨ ટકા, માળીયા હાટીનામાં ૬૪ મીમી સાથે ૫.૮૨ ટકા અને જૂનાગઢ શહેરમાં ૧૩૫ મીમી સાથે ૧૨.૮૪ ટકા મળી કુલ ૧,૦૦૯ મીમી સાથે ૮.૩૦ ટકા વરસાદ નોંધાયો હતો.
આ વર્ષે ૧૫ જુન થી ૩૦ જુન દરમિયાન માણાવદર તાલુકામાં ૩૦૩ મીમી સાથે ૩૧.૯૩ ટકા, વંથલીમાં ૩૨૪ મીમી સાથે ૩૦.૩૭ ટકા, જૂનાગઢ ગ્રામ્યમાં ૩૫૨ મીમી સાથે ૩૨.૯૦ ટકા, ભેસાણમાં ૨૭૧ મીમી સાથે ૩૪.૬૧ ટકા, વિસાવદરમાં ૩૬૩ મીમી સાથે ૨૮.૬૭ ટકા, મેંદરડા વિસ્તારમાં ૩૫૨ મીમી સાથે ૩૩.૪૯ ટકા, કેશોદમાં ૩૪૧ મીમી સાથે ૩૪.૭૬ ટકા, માંગરોળ તાલુકામાં ૨૯૪ મીમી સાથે ૩૦.૭૯ ટકા, માળીયાહાટીના તાલુકામાં ૩૪૮ મીમી સાથે ૩૧.૧૩ ટકા અને જૂનાગઢ શહેરમાં ૩૫૨ મીમી સાથે ૩૨.૯૦ ટકા મળી કુલ ૩૩૦૦ મીમી સાથે ૩૨ ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે ગિરનાર પર્વત પર ૪૭૭.૫ મીમી સાથે ૧૯.૬૫ ટકા મેઘ મહેર થઇ છે. જેના પગલે ગઈકાલે પવિત્ર દામોદર કુંડળ થઈ ગયો હતો.
દરમિયાન આજે પણ સવારથી જિલ્લાભરમાં વરસાદની વાતાવરણ જોવા મળી રહ્યું છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
