તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ધ્રોલ પંથકમાં આવેલ ઊંડ ૨ ડેમ ઉપરનો રોડ અને નીચેનો સર્વિસ રોડ બિસ્માર : આંદોલનની ચીમકી
સ્થાનિકોએ ડેમ સાઇટ પર વિરોધ કરીને તાત્કાલિક બંને રોડ વ્યવસ્થિત બનાવી લોકોને હાલાકીમાંથી ઉગારવા માગણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧: જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલ ઊંડ ૨ ડેમ ઉપરનો રોડ અને નીચે આવેલ સર્વિસ રોડ બિસ્માર છે. જેથી મજોઠ, આણદા, નથુ વડલા, નેસડા અને વાવડી તેમજ લખતર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને અહીંથી અવરજવરમાં તકલીફ પડે છે.
જેથી સ્થાનિકોએ ડેમ સાઇટ પર વિરોધ વ્યક્ત કરી તાત્કાલિક ડેમ અને આસપાસના બંને રોડ વ્યવસ્થિત બનાવી લોકોને હાલાકીમાંથી ઉગારવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે નહીં તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.(તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર).
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
