<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જામનગર જીઆઇડીસી પ્લોટ ધારકો દ્વારા મહાનગરપાલિકા સામે મિલકત વેરા સંબંધે હાઇકોર્ટમાં દાખલ કરેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન રિજેક્ટ

જીઆઇડીસી પ્લોટ ધારકોને બાકી નીકળતો તમામ વેરો જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા ફરમાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧ :જીઆઇડીસી પ્લોટ ધારકો દ્વારા જામનગર મહાનગરપાલિકા સામે મિલકત વેરા સંબંધે નામ. ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ હતી.

   નામદાર ગુજરાતહાઇકોર્ટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન રદ કરેલ . જીઆઇડીસી પ્લોટ ધારકો દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેચસમક્ષ એલપીએ દાખલ કરવામાં આવેલ નામ. ગુજરાતહાઇકોર્ટની ડિવિઝન બેચએ જીઆઇડીસી પ્લોટ ધારકોની એલપીએ રિજેક્ટ કરેલ અને બાકી નીકળતો તમામ વેરો જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા ફરમાન કરવામાં આવેલ છે.

(2:19 PM IST)