<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જામનગરના ભલસાણ બેરાજામાં ૪, વાંસજાળીયા- પરડવામાં ૩ ઇંચ વરસાદ,

હાલારના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસતો હળવો- ભારે વરસાદઃ નદી- નાળા, ચેકડેમ, ડેમમાં નવા નીર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧: જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એકથી ૪ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેમાં કાલાવાડ તાલુકાના ભલસાણ બેરાજામાં ૪ ઇંચ, જામજોધપુરના વાંસજાળીયા અને પરડવામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત પીપરાટોડા, મોટી ભલસાણમાં અઢી ઇંચ જયારે બાલંભા, પીઠડ, ખરેડી, મોટા વડાળા, જામવાડી, મોટા ખડબામા ર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત વસઇ, મોટી બાણુગાર, મોટા પાંચદેવડા, સમાણામા પોણા ર ઇંચ વરસાદ પડયો છે.

જયારે ફલ્લા, જામવંથલી, અલીયાબાડા, લતીપુર, નવાગામ, શેઠવડાળા, પડાણામા દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે લાખાબાવળ, નીકાવા, ધ્રામા ૧ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જયારે લૈયારા, જાલીયાદેવાણી, ભણગોર, મોડપરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

આ વરસાદથી નદી, નાળા, ચેકડેમ, ડેમમાં નવા નીર આવ્‍યા છે.

(2:48 PM IST)