<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

દેવભૂમિ દ્વારકાના સલાયાના દરીયામાં હોડી ડુબતા નાના આંબલાના બે સગા ભાઇઓ ના મોત

કાળુભાર ટાપુ નજીક દુર્ઘટના સર્જાઈ : અચાનક બંને ભાઈઓના મુત્યુ નિપજતા પરીવારમાં શોક નું મોજું

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧:   દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના દરીયામાં હોડી ડુબતા નાના આંબલા ગામના બે સગા ભાઇઓ ના મોત થયા છે.હોડી લઇને દરીયામાં કુડચલ મારવા જતા કાળુભાર ટાપુ નજીક દુર્ઘટના સર્જાઈ હતી

       .અચાનક હોડી દરીયામાં ગરકાવ થતા બંને યુવકો પાણીમાં ગરકાવ થયા હતા.24 વર્ષિય સીમરાજ અલારખા ઘાવડા, અને 27 વર્ષિય મામદહુશેન.અલારખા,ઘાવડા, નામના બંને યુવકોના મોત નિપજ્યા છે.

અચાનક બંને ભાઈઓના મુત્યુ નિપજતા પરીવારમાં શોક નું મોજું ફરી વળ્યુ છે.

(3:02 PM IST)