News of Tuesday, 1st July 2025
એસ.જી.વી.પી. સ્કુલ રીબડા દ્વારા રથયાત્રા

અષાઢી બીજ નિમિતે એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કુલ રીબડા દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરેથી સુશોભિત રથમાં શ્રી જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીને બીરાજમાન કરી નગરચર્યા કરાવવામાં આવી હતી. આ રથયાત્રાને સંસ્થાના મહંત કોઠારી શાષાી સ્વામી શ્રી ધર્મવત્સલજીના હસ્તે પ્રસ્થાન કરાવાયુ હતુ. આ સમયે પહાડી કંઠના ગાયક લોકસાહિત્યકાર કૌશિક મહેતાએ કોટે મોર ટહુકીયા અને વાદળ ઝબુકી વીજ સહીતના અષાઢી ગીતો લલકારી માહોલ જમાવી દીધો હતો. આસપાસના ગામના હરીભકતો વિશાળ સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. ખાસ કરીને આ શોભાયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ વીર સૈનિકોના પહેરવેશમાં ગન સાથે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. આવા સુંદર આયોજન બદલ સંસ્થાના અધ્યક્ષ પૂ. શ્રી માધવપ્રિયસ્વામી (છારોડી ગુરૂકુળ અમદાવાદ) તથા વડીલ સંતશ્રી બાલકૃષ્ણ સ્વામીએ આશીર્વચનો આપ્યા હતા. રથયાત્રા પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હતી. ભોજનાલયમાં કેવલભાઇએ વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર શોભાયાત્રાને સફળ બનાવવા સ્કુલ સંસ્થાના મહંતશ્રી ધર્મવત્સલ સ્વામી, શ્રી હરીનંદન સ્વામી, શ્રી આનંદ સ્વામી, શ્રી ઋષીકેશ સ્વામી, લોકસાહિત્યકાર કૌશિક મહેતા અને શાળાના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
