<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

અમરેલીમા જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. વસંતભાઈ પરીખને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ : કવિ હર્ષદ ચંદારાણાનું મરણોત્તર સન્માન કરી સ્મૃતિ વંદના

વિશિષ્ટ પ્રતિભાઓના સન્માન સાથે ભાવવાહી સમારોહ સંપન્ન : ડૉ.પ્રતાપભાઇ પંડ્યાની સ્મૃતિમાં એમના સુપુત્રી અને અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર ટ્રસ્ટના પ્રમુખ મનીષાબેન પંડ્યાની પ્રેરણાથી કાર્યક્રમ યોજાયો

અમરેલી તા.૧ : અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા અમરેલી ખાતે તા..૨૯ જૂન ૨૦૨૫ રવિવારના રોજ વિશિષ્ટ પ્રતિભાઓના સન્માન સમારોહ ભાવવાહી સંપન્ન થયો હતો..

ડૉ.પ્રતાપભાઇ પંડ્યાની સ્મૃતિમાં એમના સુપુત્રી અને અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર  ટ્રસ્ટના પ્રમુખ મનીષાબેન પંડ્યાની પ્રેરણાથી આયોજિત આ સન્માન ઉપક્રમમાં અમરેલીના જાણીતા સામાજિક , સેવાકીય અગ્રણી ડો. ભરતભાઈ કાનાબાર ના અધ્યક્ષ સ્થાને " સર્જકના પુલકિત પોંખણા " શીર્ષક તળે આયોજિત આ ઉપક્રમમાં અમરેલીનું રાષ્ટ્રીય ગૌરવ એવા સંસ્કૃત ભાષાના વિદ્વાન , સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે અનેક મહત્વપૂર્ણ પદો પર સફળ જવાબદારી નિભાવનાર વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. વસંતભાઈ પરીખને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. બીજું કેન્દ્રસ્થ સન્માન ગુજરાતી ભાષામાં પ્રથમ હરોળના કવિ ,  " લીલીછમ વેલી અમરેલી " સૂત્ર આપનાર  એવા મૂર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણાનું મરણોત્તર સન્માન કરી અમરેલી જિલ્લામાં સાહિત્ય પ્રવૃતિઓમાં એમના પ્રદાન બદલ ઋણ સ્વીકાર ભાવ વ્યક્ત કરવામા આવ્યો હતો .ચંદારાણા પરિવાર વતી પરેશ મહેતાએ સન્માન સ્વીકાર કરેલ..આ ઉપરાંત સંગીત ક્ષેત્રે વિવિધ ઉપલબ્ધિથી અમરેલી જિલ્લાને ગૌરવ અપાવનાર બાંસુરીવાદક સંજીવ ધારૈયા તથા સાહિત્ય શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મેળવવા બદલ ડૉ.કેતન કાનપરિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા..તેમજ  ગધ સેતુ ગ્રુપ આયોજિત પુસ્તક પરિચય સ્પર્ધાના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા..

 વરિષ્ઠ સાહિત્યકાર વસંતભાઈ પરીખએ પ્રતિભાવમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ડૉ.પ્રતાપભાઇ પંડ્યા સાથેના સ્મરણો અને અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર પ્રમુખ મનીષાબેન પંડ્યાને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા.. અધ્યક્ષ સ્થાનેથી  ડૉ.ભરતભાઈ કાનાબારએ સાહિત્ય , સંગીત , કલામાં વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાના સર્જક પરિવારના આ ઉમદા કાર્ય ને બિરદાવ્યું હતું. એમને ડૉ. પ્રતાપભાઇ પંડ્યાની શિક્ષણ, સાહિત્ય સમાજસેવા , પુસ્તક પરબના પ્રદાન માટે યાદ કર્યા હતા.સમગ્ર ટ્રસ્ટી મંડળને અભિનંદન આપ્યા હતા.

સ્વાગત પ્રવચન અને પૂર્વભૂમિકા મેને.ટ્રસ્ટી ઉમેશભાઈ જોષીએ રજૂ કરી હતી.સન્માનિત પ્રતિભા પરિચય ટ્રસ્ટી પરેશભાઈ મહેતા , ઉદયભાઈ દેસાઈ, કેતનભાઈ જોષી, અને લોકગાયક વિમલભાઈ મહેતા એ આપ્યા હતા. પુસ્તક પરિચય સ્પર્ધાના વાત ડૉ. કાલિન્દી પરીખએ કરી હતી. સન્માનિત પ્રતિભાઓ દ્વારા પ્રતિભાવ રૂપે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી..

સર્જક પરિવાર ના પ્રમુખ મનીષાબેન પંડ્યાએ વિદેશથી વડીલો પ્રત્યે આદરસહ ,  સહુ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. અમરેલીના અગ્રણી કેળવણીકાર કિશોરભાઈ મહેતાએ શુભેરછા સંદેશ પાઠવેલ જે વાચન રવજીભાઈ કાચા દ્વારા કરવામાં આવ્યું.

વિશેષ ઉપસ્થિતમા વિવિધ સાહિત્ય સંસ્થા વતી સર્વશ્રી મહેન્દ્રભાઈ જોષી, હરજીવન દાફડા, ચંદ્રહાસભાઈ બસિયા , વાસુદેવ સોઢા સહિત અમરેલી જિલ્લામાંથી જાણીતા સર્જકો ભાવકો...ગોરધન ભેસાણીયા, શિવજી રુખડા , હર્ષાબેન ચોવટીયા, રવજીભાઈ કાચા, ફિરોઝ હસ્નાની, ગોપાલ ધકાણ, મુકેશ જોગી, બાલકિશન જોગી , ગોવિંદભાઈ ગોંડલીયા , નવીન જોષી , દુર્ગાબેન જોષી, શ્યામલ મહેતા ,ધર્મેન્દ્ર જોષી, રિયાઝ વેરસિયા , ચેતના બાજક, રશ્મિ પરમાર, ક્રિષ્ના પંડ્યા ,ભારતીબેન ગોહિલ , ભારતીબેન બોરડ, મનીષ રામાણી, પ્રજ્ઞાબેન ધારૈયા, હરભાઇ દવે , અમિત ઉપાધ્યાય, મુકુંદભાઈ મહેતા, વિપુલભાઈ વ્યાસ , દક્ષાબેન ગોંડલીયા, સતીશ દવે, જગદીશ મહેતા, ચેતન રાવલ , જીતુભાઈ જોટાસણા , ઇતેષ મહેતા , ડો.એ.જે. ડબાવાલા, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ, સહિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 કાર્યક્રમનું સફળ  સંચાલન ઉદયભાઈ દેસાઈએ કર્યું હતું.

  કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના ઉમેશભાઈ જોષી, ઉદયભાઈ દેસાઈ, પરેશભાઈ મહેતા, કેતનભાઈ જોષી, વિમલભાઈ મહેતા, મનીષભાઈ રામાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:45 PM IST)