તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 1st July 2025
ફરી ભુજના કેરા પાસે બુટલેગર અનોપસિંહનો ૨૭ લાખનો દારૂ ઝડપાયો
તાજેતરમાં ૧.૨૯ કરોડનો દારૂ ઝડપ્યા બાદ માનકુવા પોલીસે ૩૪ લાખનો દારૂ ઝડપી લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: કચ્છમાં રવિવારે ૧ કરોડનો દારૂ ઝડપાયા બાદભુજના કેરા પાસે બુટલેગર અનોપસિંહનો ૨૭ લાખનો દારૂ ઝડપી લેવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ચિરાગ કરોડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકરી પヘમિ કચ્છ-ભુજ તથા આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજનાઓ તરફથી પヘમિ કચ્છ-ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબીશન ને લગતા મુદ્ામાલનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
જેથી કેરા ગામની સીમમાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરી દારૂની હેરફેર કરે છે તે હકીકત આધારે જરૂરી વર્કઆઉટ કરી કેરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કિ.૩.૨૭.૧૯.૦૨૨/- જથ્થા કુલ્લ કિ. રૂા.૩૪.૧૯.૦૨૨/- નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન એકટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.લ છે.
અનોપસિંહ અભેસિંહ રાઠોડ રહે-કેરા તા.ભુજ અજાણ્યો માણસ (દારૂનો જથ્થો બોલેરો પીકઅપ મોકલનાર અજાણ્યો માણસ) બોલેરો પીકઅપ વાહન રજી. જીજે.-૧૩ એએકસઅ૨૫૬૮નો નાસી જનાર ચાલક બોલેરો પીકઅપ વાહન રજી. નં. જીજે-૧૩-એએકસ-૨૫૬૮ નો માલીક તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી કરી છે.
આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી.પી.પી.ગોહિલનાઓની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા, અજયસિંહ ઝનકાંત તથા પો. હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર તથા પો. કોન્સ. કીરણભાઈ પુરોહીત તથા પો. કોન્સ. મહેશભાઇ જાદવ તથા ડ્રા.હે.કો. વિજયભાઇ ખાંટનાઓ જોડાયેલ હતા.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
