<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જામનગરના જાંબુડાના પાટીયા પાસે અલ્ટ્રો કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો :1.54 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી જામનગર એલસીબી

દારૂ નો જથ્થો મોકલનાર મહીલા તથા મંગાવનાર જીગ્નેશ ઉર્ફે જીગો નરશીભાઇ રાઠોડને પકડવાની કાર્યવાહી ચાલુ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસખ ડેલૂ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા, તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

    દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ કોન્સ ભયપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ કિશોરભાઇ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જાંબુડાગામના પાટીયા પાસે પ્રદિપસિંહ ઉર્ફે રાજા ઉર્ફ રાજભા દેવુભા સોઢા જાતે ગીરા (ઉ.વ.30)  ધંધો મજુરી ( રહે.તિરૂપતી સોસાયટી હમ્પી ડમ્પી સ્કુલની બાજુમા ઢીચડારોડ જામનગર વાળો) સીલ્વર કલરની અલ્ટ્રોકાર કાર.રજી નં-જી.જે.૧૦ ડી.ડી.૯૮૦૮મા દેશી પીવાનો દારૂ જે એક લીટરની બોટલોમા ભરેલ છે જે દેશી દારૂ લી.૨૪ કિ.રૂ.૪૮૦૦ તથા એક કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦-મળી કુલ કિ.રૂ.૧,૫૪,૮૦૦ ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. અજયભાઇ વિરડાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.તેમજ દારૂનો જથ્થો મોકલનાર મહીલા તથા મંગાવનાર જીગ્નેશ ઉર્ફે જીગો નરશીભાઇ રાઠોડ ( રહે.વેલનગર જામનગર વાળા )ને પકડવાની કાર્યવાહી ચાલુ છે
   આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામાં આવેલ છે

(6:49 PM IST)